________________
३०५
તૃતીયઃ સ. अद्य दुष्यति मे मूर्धा, दुष्यत्यद्य ममोदरम् । वर्ततेऽद्याऽरुचिः प्राज्यरसवीर्यविपाकतः ॥२०९॥ अद्याहारस्य नामापि, सर्वथा न सुखायते । अथोद्गारैर्मुखं वाऽपि, कटुकैः कटुकैरिव ॥२१०॥ व्यपदिश्येति राजर्षिः, स्वस्याऽधिकफलेच्छया । पारणाहेऽपि नाऽभुङ्क्त, मायया तान् ववञ्च सः ॥२११।। भूयसा तपसा शश्वद्, मायामिश्रेण सर्वतः । स्त्रीवेदकर्म सोऽबध्नाद्, महाबलमहामुनिः ॥२१२।। अर्हद्भक्त्यादिभिः स्थानविंशत्या नृपसंयमी । तीर्थकृन्नामकर्मोच्चै/मानर्जितवानिति ॥२१३॥
તેઓને મહાબલ રાજર્ષિ કહેતા કે, “આજે મારું મસ્તક દુઃખે છે, આજે મારા પેટમાં પીડા થાય છે. આજે પ્રાયરસ અને વીર્યના વિપાકની મને અરૂચિ છે. (૨૦૯)
આજે તો આહારનું નામ લેવું પણ મને ગમતું નથી. આજે કડવા ઓડકારથી-કટુપદાર્થોની જેમ મારૂં મુખ બગડી ગયું છે.” (૨૧૦)
એ સમયે મહાબલ રાજર્ષિ અધિકફળ મેળવવાની લાલસાથી પારણાના દિવસે પણ બીજા મુનિઓને માયાથી છેતરીને પોતે આહાર ન કરતા. (૨૧૧)
આ રીતે માયાથી તેમને છેતરીને નિરંતર બીજાથી વધુ તપ કરવા છતાં પણ તે મહાબલ મહર્ષિએ સ્ત્રીવેદરૂપ કર્મ બાંધ્યું. (૨૧૨).
પછી તે ધીમાન રાજર્ષિએ જિનભક્તિ આદિ વીશસ્થાનક