________________
३१०
एकैकं तीर्थकृन्नामकर्मबन्धस्य कारणम् सर्वैराराधितैरेभिस्तद् बबन्ध स संयमी ||२३४||
पूर्वलक्षचतुरशीत्यायुष्को नृपसंयमी । पर्यन्तमात्मनो ज्ञात्वा, व्यधादाराधनामिति ॥ २३५॥
श्री मल्लिनाथ चरित्र
अकालविनयाद्यैर्यो, ज्ञानाचारेऽष्टरूपिणि । अतीचारः कृतस्तत्र, स्याद् मिथ्या दुष्कृतं मम ॥२३६॥ अष्टधा दर्शनाऽऽचारे, भेदैर्निः शङ्कितादिभिः । योऽतीचारः कृतस्तत्र, भूयाद् मे दुष्कृतं खलु ॥ २३७॥
समितिभिः पञ्चभिश्च, गुप्तिभिस्तिसृभिर्वृतम् । पालितं यद् न चारित्रं, तत्र मे दुष्कृतं तथा ॥ २३८ ॥
આ વીશસ્થાનકોમાં એક એક સ્થાનક પણ તીર્થંકર નામકર્મના કારણરૂપ થાય છે. પંરતુ મહાબલ રાજર્ષિએ તો એ સર્વસ્થાનકોના આરાધનાથી તે કર્મ ઉપાર્જન કર્યું. (૨૩૪)
પછી ચોરાશી લાખપૂર્વ આયુષ્યનો અંતસમય જાણીને તે મહર્ષિએ આ પ્રમાણે આરાધના કરી. (૨૩૫)
કાલવિનયાદિક આઠ પ્રકારનો જ્ઞાનાચારમાં જે અતિચાર લાગ્યો હોય તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. (૨૩૬)
વળી નિઃશંકિતાદિ આઠ પ્રકારના દર્શનાચારમાં જે અતિચાર લાગ્યો હોય તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. (૨૩૭)
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિપૂર્વક જે ચારિત્ર ન પાળ્યું તે મારૂં ચારિત્રાચાર સંબંધી દુષ્કૃત મિથ્યા થાઓ, (૨૩૮)
બાહ્ય-અત્યંતર બાર પ્રકારના તપમાં જે અતિચાર લાગ્યા