________________
२५४
श्री मल्लिनाथ चरित्र यादृक् कर्म कृतं जीव !, भज तादृगवेदनम् । न शालिलूयते क्वापि, वपने कोद्रवस्य यत् ॥६२५।। वदनच्छायया कर्म, यया जीव ! त्वयाऽर्जितम् । तामेव बिभृहीदानीमेकरूपा महत्तराः ॥६२६।। एवं भावयतस्तस्य, भावनाशुद्धचेतसः । उत्पन्नं केवलज्ञानं, लोकालोकप्रकाशकम् ॥६२७॥ निःशेषक्षीणकर्मीशोऽयोगिस्थो योगिनां वरः । दृढप्रहारी भगवान्, प्रपेदे परमं पदम् ।।६२८।। भावनायाः फलं राजन् !, न सम्यग् वक्तुमीश्वरः ।
यदीदृशोऽपि तमसः, परं पदमवाप्तवान् ॥६२९॥ તો પૂર્વે સહન કરેલું બધું વૃથા જશે. કારણ કે પ્રાંતે મતિ તેવી ગતિ થાય છે. (૬૨૪)
હે જીવ! તે જેવું કર્મ કર્યું છે તેવું ખેદવિના ભોગવી લે. કારણ કે કોદ્રવને વાવ્યા પછી કદીપણ ચોખા લણી શકાય જ નહિ. (૬૨૫)
હે જીવ! જેવી મુખછાયાથી તે કર્મ ઉપાર્જન કર્યું છે. તેવી જ મુખછાયા અત્યારે ધારણ કર. કેમ કે મહાજનો સદા એકરૂપ જ હોય છે.” (૬૨૬)
આ પ્રમાણે શુભભાવના ભાવતા ચિત્તવિશુદ્ધિથી લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાન તેમને ઉત્પન્ન થયું. (૬૨૭)
અયોગી કેવલિગુણસ્થાનકે રહેલા તે યોગીન્દ્ર દઢપ્રહારી ભગવાન નિઃશેષ કમરજનો ક્ષય કરી પરમપદને પામ્યા. (૬૨૮)
હે રાજન્ ! ભાવધર્મનું યથાર્થફળ કહેવા કોઈ સમર્થ નથી.
१. भव तादृगवेदने इति पाठान्तरम् ।