________________
તૃતીયઃ સ:
२६७ अनादिमूलपर्यन्तः, संसारो नाम पत्तनम् । विना केवलिनं यस्य, स्वरूपं न निगद्यते ॥१३॥ यस्मिन् देवकुलायन्ते, सौधर्माद्याः सुरालयाः । पण्याकुलापणायन्ते, कर्माऽकर्मभुवोऽखिलाः ॥१४॥ शैवा वैशेषिका बौद्धाः, कापिला नास्तिका अमी । वाणिज्यकारकायन्ते, यत्र चाटुविचक्षणाः ॥१५।। मोहो वप्रायते यत्र, तृष्णोच्चैः परिखायते । विशालविशिखायन्ते, सुखासुखसमागमाः ॥१६॥ शब्दाद्या विषया यत्र, पञ्चामी पद्रदेवताः । विशालकाननायन्ते, जन्तुदेहाः समन्ततः ॥१७॥ લાગ્યા કે – (૧૨) સંસારનગર. કર્મપરિણામ રાજા. કર્મપરિણતિ રાણી.
અનાદિ અને અનંત એવું સંસાર નામનું નગર છે. જેનું સંપૂર્ણ સ્વરૂપ કેવળી ભગવંત વિના કોઈ કહી શકે તેમ નથી. (૧૩)
તે નગરમાં સૌધર્માદિ દેવવિમાનોરૂપ દેવમંદિરા છે અને કર્મભૂમિ તથા અકર્મભૂમિરૂપ સમસ્ત ક્ષેત્રો કરિયાણાથી ભરપૂર દુકાનો સમાન છે. (૧૪)
વળી જ્યાં શૈવ, વૈશેષિક, બૌદ્ધ, કપિલ, નાસ્તિક એ પાંચદર્શનિકો મીઠું મીઠું બોલીને માલ વેચનારા વેપારીઓ જેવા છે. (૧૫)
વળી જ્યાં મોહરૂપી કિલ્લો છે. તૃષ્ણા રૂપી મોટી ખાઈ છે. અને સુખદુ:ખના સમાગમનરૂપ વિશાળ રસ્તા છે. (૧૬)
શબ્દાદિ પાંચ વિષયો જયાં પાદરદેવતા છે. જ્યાં પ્રાણીઓના