________________
२९०
श्री मल्लिनाथ चरित्र एतावताऽपि नो नष्टं, किमप्यस्ति महीपते ! । गत्वा क्षमय निःशेष, नतिग्राह्या हि साधवः ॥१३०॥ इति ब्रुवाणं तं दूतं, श्रुत्वा चारित्रभूपतिः । सहास्यमवदत् पाथःपूर्णपाथोदनिःस्वनः ॥१३१॥ त्वन्नाथनगरीलोकैः, सदागमविमोचितैः । मदीयं नगरं भद्र !, वसदस्ति निरन्तरम् ॥१३२॥ अमुमर्थं तव स्वामी, जाननपि निजे हृदि । कथमद्योद्यतो जज्ञे, विग्रहाय समं मया ? ॥१३३॥ अथवा विग्रहं मत्वा, सर्वोऽपि परमण्डले । प्रवेशं कुरुते धीमान्, कीतिहासोऽन्यथा भवेत् ॥१३४॥ न न्यूनं तव नाथेन, तोलनीयं ममाधुना । इत्युक्त्वा व्यसृजद् दूतं, ततश्चारित्रभूपतिः ॥१३५॥ કર્મરાજા પાસે જઈને તમારો અપરાધ ખમાવો. એટલે તે સર્વ ગુના માફ કરશે. કેમ કે સજ્જનો અતિ આગ્રહી હોતા નથી, માત્ર નમન કરવા માત્રથી પ્રસન્ન થાય છે.” (૧૩)
આ પ્રમાણે દૂતનું કથન સાંભળી ત્યાં બેઠેલા ચારિત્રરાજા સજળમેઘના જેવા ગંભીરસ્વરે હાસ્યપૂર્વક બોલ્યા કે, (૧૩૧)
“હે કલ્યાણકારી ! સદાગમે છોડાવેલા તારા સ્વામીની નગરીના લોકોથી મારું નગર નિરંતર વસે છે. (૧૩૨).
એ વાત પોતાના અંતરમાં જાણે છે. છતાં આજે તારો સ્વામી મારી સાથે યુદ્ધ કરવા કેમ તૈયાર થયો છે ? (૧૩૩)
અથવા તો યુદ્ધની ધારણાથી સર્વ બુદ્ધિશાળી પારકા દેશમાં પ્રવેશ કરે છે. અન્યથા તેના યશની હાની થશે. (૧૩૪)
પરંતુ તારે તારા સ્વામી પાસે જઈ કહેવું કે, તેણે મારી સામ