________________
२९६
श्री मल्लिनाथ चरित्र यदुच्यते भवद्भिश्च, नास्तीति वचनं भृशम् । ૩મસ્તીત્યુવેલયા તન્ન, પટાદિમુતિ મો: ! રદ્દશા चरणस्थापनं भक्तिपूजनं यच्छिलास्वलम् । तत्प्रतिष्ठाफलं नाऽऽभिः, पुण्यापुण्यमुपाजितम् ॥१६२।। इत्थं वाक्यैः सर्वलोहमयैरस्त्रैरिवोच्चकैः । पलायाञ्चक्रिरे वेगादभव्यास्ताडितास्ततः ॥१६३॥ साकं संचारिभी राजपुत्रैः क्रमागतैरिव । सात्त्विकैरनुभावैश्च, शान्तैः प्रहरणैरिव ॥१६४॥ लीलाविलासविच्छित्तिबिब्बोकादिमविभ्रमैः । इत्याद्यैः सहजैर्युक्ता, रागवार्धिहिमांशुभिः ॥१६५।। નાસ્તિત્વવાળા વચનો જે કહો છો તેથી જ અસ્તિત્વનો પક્ષ ઉલટો સિદ્ધ થાય છે. (૧૬૧).
વળી પત્થર પર ચરણ સ્થાપવા અથવા ભક્તિપૂર્વક તેનું પૂજન કરવું એ માત્ર તેની પ્રતિષ્ઠાનું જ ફળ છે. એમાં એમણે કંઈ પુણ્ય-પાપ ઉપાર્જન કરેલ નથી.” (૧૬૨)
આવા વચનરૂપ તીવ્રલોહમય તીવ્રઅસ્ત્રોથી ઘાયલ થયેલા અભવ્યો તુરત જ પલાયન કરી ગયા. (૧૬૩)
પછી ક્રમાગતા હોય તેવા સાથે સંચરતા અનેક રાજપુત્રો સાથે, જાણે અસ્ત્રો હોય તેવા સાત્ત્વિક અને શાંત અનુભાવો યુક્ત (૧૬૪)
વળી લીલાવિલાસની રચના અને બિબ્બોકાદિક (મશ્કરી) વિભ્રમોથી સહજ યુક્ત તથા રાગસાગરને ચંદ્રરૂપ એવા (૧૬૫)