________________
ર૭૮
श्री मल्लिनाथ चरित्र द्रव्यक्षेत्रकालभावस्थूलसूक्ष्मविभेदिभिः । धवलैः पुद्गलपरावतः संगीतविक्रमः ॥६९॥ द्वित्रीन्द्रियादिभिर्जीवैर्बन्दिवृन्दैरिवोच्चकैः । पुरःस्थैर्वर्णिताशेषगुणग्रामः पदे पदे ॥७०॥ कौतुकागारसामीप्यं, प्राप्य भव्येतरो वरः । उत्ततार द्विपादस्मात्, प्रबोधादिव दुर्मतिः ॥७१॥ त्रिभिर्विशेषकम् अनन्तकालचक्राख्यस्वस्राकृष्टः स्ववाससा । संव्यानसंपुटस्फोट, चक्रे पादप्रहारतः ॥७२॥ यथाप्रवृत्तिनामाख्यां, कुलदेवीं प्रणम्य सः । मोहोदयवधूतारामेलकं विदधे तदा ॥७३॥ વરરાજા વિધિપૂર્વક ઉન્માદ નામના હાથી ઉપર આરૂઢ થયો. (૬૮)
એટલે સ્કૂલ અને સૂક્ષ્મ-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના ભેદરૂપ ધવલમંગલથી પુગલપરાવર્તી જેના પરાક્રમને ગાઈ રહ્યા છે, આગળ રહેલા બંદીજનોની જેમ બેઈંદ્રિયાદિક જીવો પગલે પગલે જેના સમસ્ત ગુણોનું વર્ણન કરી રહ્યા છે. એવો અભવ્ય વરરાજા કૌતુકભુવન પાસે આવીને સુબોધથકી દુર્મતિની જેમ તે હાથી ઉપરથી નીચે ઉતર્યો. (૬૯-૭૧)
પછી પોતાના વસ્ત્રથી અનંતકાળચક્રા નામની બેનથી આકર્ષિત થયેલા તે વરરાજાએ પોતાના પાદપ્રહારથી સંવ્યાનરૂપ સંપુટને ફોડ્યો. (૭૨)
અને યથાપ્રવૃત્તિ નામની કુળદેવીને નમસ્કાર કરી મોહોદિતિ વહુ સાથે તારામેલક કર્યું. (૭૩)