________________
२५५
દ્વિતીય સઃ इत्यादितीर्थकृद्धर्म, श्रावं श्रावं महाबलः । रोमाञ्चैरञ्चितो देहे, भावनाऽम्भोदबिन्दुभिः ॥६३०॥ अथाऽचलादयोऽप्यूचुर्नृपमित्रा मुनीश्वरम् ।। व्रतं वयमपि प्रीत्या, ग्रहीष्यामो नरेन्द्रवत् ॥६३१॥ यावद् राज्येऽङ्गजं न्यस्य, समागच्छामि सत्वरम् । भवद्भिस्तावदत्रैव, स्थेयं मयि कृपापरैः ॥६३२॥ अथ प्रोवाच भगवान्, वरधर्मा मुनीश्वरः ।
देवानुप्रिय ! मा कार्षीः, प्रमादं श्रेयसः कृते ॥६३३।। જુઓ દઢપ્રહારી અત્યંત ક્રૂર છતાં ભાવધર્મથી અલ્પ સમયમાં પરમપદ પામ્યા. (૬૨૯)
ઈતિ દઢપ્રહારી કથા. આ પ્રમાણે આહતધર્મનું સ્વરૂપ સાંભળીને શુભભાવરૂપી મેઘજળથી તેના શરીર ઉપર રોમાંચ ખડા થઈ ગયા (૬૩૦)
અને પોતાની ચારિત્ર લેવાની ઈચ્છા ગુરુમહારાજને ફરીથી જણાવી. એટલે અચલાદિ તેના મિત્રોએ પણ મુનીશ્વરને કહ્યું કે, “હે ભગવન્! અમે પણ નરેન્દ્રની જેમ પ્રેમપૂર્વક તેમની સાથે વ્રતગ્રહણ કરશું.” (૬૩૧)
પછી રાજાએ કહ્યું કે, “ભગવદ્ ! પુત્રને રાજય ઉપર બેસાડી અહીં આવું, ત્યાં સુધી આપ મારા પર કરૂણા કરીને અહીં જ રહો.” (૬૩૨)
એટલે ભગવાન વરધર્મ મુનીશ્વર બોલ્યા કે, “હે દેવાનુપ્રિય ! કલ્યાણકારી કાર્ય કરવામાં પ્રમાદ ન કરવો જોઈએ.” (૬૩૩)
રાજાએ કહ્યું કે, “હે પ્રભો ! જ્યારથી તમારી તત્ત્વાનુસારી