________________
२२७
દ્વિતીય: સf:
अपाययदमुं तच्च, परोपकृतितत्परा । सोऽभूदपविषो यस्मादचिन्त्यं मणिवैभवम् ॥४९४।। पुनर्जातमिवात्मानं, मन्यमानः कृतज्ञराट् । सचिवस्तामुवाचेदं, किं कुर्वे तव वाञ्छितम् ॥४९५।। चेद् नाथ ! वरदोऽसि त्वं, मत्तोऽन्यत्र त्वया ततः । भवेनैव भवानीतो, न गन्तव्यं कदाचन ॥४९६।। तया साकं चतुर्यामीमतिवाह्य घटीमिर्व । प्रातःकृत्यानि कृत्वाऽसौ, निषसाद महासने ॥४९७।।
તે એકદમ ત્યાં આવી અને પોતાના હાથમાં રહેલા મણિને જળવડે ધોઈને તે જળ પરોપકાર પરાયણ એવી તે વારાંગનાએ સચિવને પાયું. એટલે મંત્રી તરત જ નિર્વિષ થયો. ખરેખર “મણિમંત્રનો પ્રભાવ અચિંત્ય હોય છે.” (૪૯૩-૪૯૪)
પછી પોતાને ફરી જન્મ પ્રાપ્ત થયેલ માનતા તે કૃતજ્ઞ પ્રધાને તેને કહ્યું કે- હે જીવનદાતા ! તારૂં હું શું ઇચ્છિત કરું ! (૪૯૫)
તો તે બોલી કે – “હે નાથ ! જો તમે મને અભીષ્ટ આપવા ઈચ્છતા હો તો પાર્વતી સાથે શિવની જેમ મારી પાસે જ રહેવું. મારા સિવાય અન્યત્ર ક્યાંય ન જવું. (૪૯૬)
એટલે વાત સ્વીકારીને મંત્રી તેને ત્યાં જ રાત્રિ રહ્યો. અને એક ઘડીની જેમ તેની સાથે રાત્રિ પસાર કરી. પ્રભાતિક કાર્યકરી પ્રધાન એક સુંદર આસન ઉપર બેઠો. (૪૯૭)
એવામાં કોઈ યોગીએ પૂર્વે આપેલ પ્રભાવયુક્ત-ઔષધિમિશ્ર
. મુહૂર્તવિતિ પાઠ: /