________________
२४६
श्री मल्लिनाथ चरित्र तदाकाऽदधाच्चित्ते, दैवं दुर्बलघातकम् । अन्येषु वेश्मसु ग्रामे, दुर्भिक्षं किं विजृम्भते ? ॥५८६।। क्रुध्यन्नथ द्विजस्ताम्रवदनो ग्राममीयिवान् । भुजाभ्यां परिघं प्रेतभर्तुर्दण्डमिवायतम् ॥५८७।। आदाय गेहमागत्य, स भूत इव नूतनः । समुल्लासितदोर्दण्डो, जघान स्तेनमण्डलम् ॥५८८॥ युग्मम् दृष्ट्वा वित्रस्यतश्चौरांस्तेन वातेन तूलवत् । दधावे तस्कराधीशो, यमदूत इव स्वयम् ॥५८९॥ सत्वरं धावमानस्य, प्रवाहस्य शिला यथा । अन्तराले बभूवाऽस्य, सौरभेयी गतिच्छिदे ॥५९०।।
તે સાંભળીને દુર્બલને સતાવનાર દૈવને મનમાં ઉપાલંભ આપતો અને શું ગામમાં બીજા ઘરોમાં દુષ્કાળ પડ્યો છે ?” (૫૮૬)
એમ ક્રોધપૂર્વક બોલતો તેમજ લાલચોળ મુખવાળો તે વિ ગામમાં આવ્યો અને યમના દંડની જેમ એક મોટો મુદ્ગર પોતાના હાથમાં લઈ (૫૮૭)
ઘરે આવી એક નૂતન ભૂતની જેમ પોતાના બાહુદંડને ઉછાળીને તે ચોરોને મારવા લાગ્યો. (૫૮૮)
એટલે વાયુથી કપાસની જેમ તેનાથી ત્રાસ પામતા ચોરોને જોઈને યમદૂત જેવો તે પલ્લીપતિ (દઢપ્રહારી) પોતે દોડ્યો. (૫૮૯).
એવામાં પ્રવાહ અને શિલાની જેમ સત્વર દોડતા તેને વચમાં ગાય આડી આવી, (પ૯૦)
१. -नस्ताम्रपौत्रवदित्यपि पाठः । २. -रानमुष्मातूलपूलवदिति च ।