________________
२४०
श्री मल्लिनाथ चरित्र कीर्तेर्गर्वाद् भयाद् वाऽपि, सुदेयं दानमङ्गिनाम् । कुललज्जाभराभ्यां च, सुकरं शीलपालनम् ॥५५७।। मृषाऽन्यरञ्जनाद् वाऽपि, सुकरा हन्त ! भावना । दुष्करं तु तपस्तप्तुं, देहधातुक्षयावहम् ॥५५८॥ श्रुत्वेति नन्दनं राज्ये, मदनावलिसंभवम् । संस्थाप्य सूरिपादान्ते, श्रीवत्सो जगृहे व्रतम् ॥५५९॥ सोऽभ्यस्य द्विविधां शिक्षां, दक्षः कक्षीकृतक्रियः । विशेषतस्तपस्तप्तुं, त्रैविध्येन प्रचक्रमे ॥५६०॥ यथा यथा तपो देहतनुतां तनुते तनौ । तथा तथाऽस्य सद्भावमहिमा नहि हीयते ॥५६१॥
કીર્તિ, ગર્વ કે ભયથી જીવોને દાન આપવું હજુ સુલભ છે. કુળ કે લજ્જાથી શીલપાલન પણ સુગમ છે. (૫૫૭)
અને અન્યજનોને રંજન કરવા વડે ભાવના પણ સુગમ છે. પરંતુ દેહ તથા ધાતુનો ક્ષય કરનાર તપ તપવું તે દુષ્કર છે.” (૫૫૮)
આ પ્રમાણે સાંભળીને મદનાવલીથી ઉત્પન્ન થયેલા પુત્રને રાજય પર બેસાડી શ્રીવત્સરાજાએ સૂરમહારાજા પાસે સંયમ સ્વીકાર્યો. (૫૫૯)
પછી બે પ્રકારની શિક્ષાનો અભ્યાસ કરી ક્રિયા કરવામાં દક્ષ એવા તે રાજર્ષિ વિશેષથી ત્રિવિધ તપ તપવા લાગ્યા. (પ૬૦)
જેમ જેમ તપથી શરીરમાં ક્ષીણતા આવતી ગઈ, તેમ તેમ તેમનો સદ્ભાવમહિમા વૃદ્ધિ પામવા લાગ્યો. (પ૬૧)
તપરૂપ ટાંકણાથી શિલારૂપ પોતાના શરીરને ઘડીને તેણે એવું