________________
द्वितीयः सर्गः
श्रुत्वेदमवदद् राजा, कर्मबन्धो महान् कृतः । कथं श्लथी भवेद् नाथ !, ततः प्रोवाच संयमी ॥५५२॥
बद्धस्पृष्टनिधत्ताख्यास्त्रयो भेदा महीपते ! । मिथ्यादुष्कृतभणनादिभिर्जेयाः सुहेतुभिः ||५५३||
तदन्यः कर्मबन्धो यो, निकाचित इति स्मृतः । भूयसा तपसा सोऽपि, विजेतव्यो मुमुक्षुभिः ॥५५४ ||
यथा तुषारपातेन, दह्यतेऽनोकहव्रजः । यथाऽऽम्लरसविष्टब्धं, लङ्घनेनापदिश्यते ॥५५५॥
२३९
यथा दवाग्निनाऽरण्यं दह्यतेऽसह्यतेजसा ।
तथा सर्वाणि कर्माणि, जीयन्ते तपसा चिरात् ॥५५६॥ युग्मम्
,
આ પ્રમાણે ગુરુમહારાજના વચનો સાંભળીને રાજા બોલ્યો કે, “હે ભગવાન ! મેં પૂર્વે જે કર્મબંધ કરેલ છે. તે સર્વથા શિથીલ શી રીતે થાય ? આચાર્ય ભગવંત બોલ્યા કે, (૫૫૨)
હે રાજન્ ! કર્મના ચાર ભેદ છે. તેમાંથી બદ્ધ, સૃષ્ટ-નિધત્ત એ ત્રણ ભેદને સુશસ્ત્રરૂપ મિથ્યાદુષ્કૃત વિગેરે સારાકારણોથી જીતી (ટાળી) શકાય છે. (૫૫૩)
અને ચોથો નિકાચિત ભેદ છે. તેનો મુમુક્ષુઓએ દુષ્કરતપ વડે જય કરવો પડે છે. (૫૫૪)
જેમ હિમપાતથી વૃક્ષો બળી જાય છે. વળી લાંઘણથી આમ્લરસનો વિકાર દૂર થાય છે. (૫૫૫)
અસહ્ય તેજવાળા દાવાગ્નિથી જેમ અરણ્ય બળી જાય છે તેમ ચિરકાળ તપનું આચરણ કરવાથી સર્વકર્મોનો નાશ થાય છે. (૫૫૬)