________________
२४२
श्री मल्लिनाथ चरित्र यद्वद् रूपं दृशा यद्वदलङ्कृत्या कवेर्वचः । यद्वच्चन्द्रो द्युता तद्वद्, धर्मो भावेन भूष्यते ॥५६७॥ भविनो भावनैवैका, मुक्तिसङ्गमदूतिका । भवे भवेदिहैवाऽऽशु, दृढप्रहारिसाधुवत् ॥५६८॥ तथाह्यासीत् पुरे कश्चिद्, महाकोपी द्विजात्मजः । अन्यायकारिणामाद्यो, यौवनं चाप्युपाययौ ॥५६९॥ ग्रन्थिभेदं व्यधत्तोच्चैः, स कदाचन भव्यवत् । क्वचिच्च खानखात्राणि, लोलः कोल इवानिशम् ॥५७०॥
જે ચક્ષુવડે રૂપ, અલંકારથી કવિનું વચન અને પ્રકાશથી ચંદ્રમા શોભે છે તેમ ભાવથી ધર્મ શોભે છે. (પ૬૭)
દઢપ્રહારીની જેમ આ જ ભવમાં એક ભાવના જ ભવ્યજીવને સત્વર મુક્તિ સમાગમની એક દૂતિરૂપ થાય છે તે દઢપ્રહારીનું દૃષ્ટાંત આ પ્રમાણે છે :- (પ૬૮).
ભાવધર્મ ઉપર દેટપ્રહારીની કથા. કોઈ એક નગરમાં અન્યાયીલોકમાં અગ્રણી અને મહાક્રોધી કોઈ બ્રાહ્મણપુત્ર રહેતો હતો. તે યૌવનવય પામ્યો (પ૬૯).
એટલે કોઈવાર ભવ્યની જેમ તે સારી રીતે ગ્રંથિભેદ કરતો. (ભવ્યજીવ ગ્રંથિભેદ કરી સમક્તિ પામે છે.) તેમ આ ગાંઠ કાપીને દ્રવ્ય મેળવવા લાગ્યો. અને કોઈવાર સતૃષ્ણ ડુક્કરની જેમ તે ખાતર ખોદતો હતો. ડુક્કર જેમ જમીન ખોદે તેમ આ ભીંત વગેરે ખોદીને ખાતર પાડવા લાગ્યો. (૫૭૦)
એકવાર રાજપુરુષોએ તેને પકડ્યો. પણ બ્રાહ્મણ હોઈ અવધ્ય