________________
२३०
श्री मल्लिनाथ चरित्र भोगिभोगविषज्वालालीढं दहतु चन्दनम् । कथं दहतु मे देहं, निःसन्देहं हिमद्युतिः ? ॥५०९।। इत्थं विलापं कुर्वाणा, मुहुः सौभाग्यकन्दली । निपपात महीपीठे, हृतजीवेव केनचित् ॥५१०॥ धात्र्या परिजनेनापि, प्रतीकारे कृते सति । अतुच्छमूर्छाऽपगमात्, स्वस्था तस्थौ कथञ्चन ॥५११॥ एवं च भाषमाणायां, तस्यां गेहादथो शिखी ।
अन्येधुरगमद्भूपपुत्र्याः सौधे मनोहरे ॥५१२।। જેમ પૂર્વે રૂદન કર્યા કર્યું તેમ ચિરશિક્ષિતની જેમ અત્યારે પણ મારું તો તે રૂદન ચાલુ જ રહ્યું. (પ૦૮)
સર્પના શરીરની વિષજવાળાથી વ્યાપ્ત ચંદન તો ભલે શરીરને બાળે, પણ અહો ? મારા શરીરને તો આ ચંદ્રમાં પણ બાળે છે. (૫૦૯)
આ પ્રમાણે વારંવાર વિલાપ કરતી સૌભાગ્યમંજરી જાણે કોઈએ તેનું જીવિત હરણ કરી લીધું હોય તેમ જમીન ઉપર ઢળી પડી. (૧૦)
એટલે ધાત્રી અને પરિવારે તેનો પ્રતિકાર કર્યો. તેથી ગાઢ મૂચ્છ કાંઈ દૂર થતાં તે સ્વસ્થ બની. અને વિલાપ કરવા લાગી. (૫૧૧)
આ પ્રમાણે તે બોલતી હતી તેવામાં બીજા દિવસે પણ તે મોર વારાંગનાના ઘરેથી તે રાજપુત્રીના મનોહર મહેલમાં આવ્યો. (૫૧૨)
એટલે કૌતુકથી તેની સખીએ જાણે પોતાના ઘરે ઉત્પન્ન થયો