________________
द्वितीयः सर्गः
मूर्धानं भूपतिर्धुन्वन्, विस्मयस्मेरतां गतः । सर्वतत्त्वप्रवीणोऽसि, व्याजहारेति मन्त्रिणम् ॥४८४॥
तामपूर्वी कलां दृष्ट्वा, पद्मिनीप्राणवल्लभः । प्राप द्वीपं परं द्रष्टुमिवान्यत्रापि तादृशीम् ॥४८५ ॥
परिस्पन्दैः समं राजा, प्रतस्थे नगरो प्रति । ऊचेऽथ मन्त्रिणी नाथ !, करमुद्रा ममापतत् ॥४८६॥
सान्वया सुभगाऽऽनेया, सस्नेहमिति वादिनी । प्राविशद् नगरस्यान्तर्दृष्टा सौभाग्यकन्दली ||४८७॥
तदाऽऽदेशवशादेष, प्रमोदोन्मादमासदत् । धन्योऽहमद्य सद्धात्र्या, भाषितो गौरवोत्तरम् ॥४८८ ।।
२२५
ઇંદ્રિયોની વૃત્તિ લોચનમાં લય પામી. વિસ્મયથી વિકસ્વર થઈ મસ્તક ધૂણાવતાં રાજાએ મંત્રીને કહ્યું કે “હે સચિવ ! સર્વ તત્ત્વમાં તું પ્રવીણ છે.” (૪૮૩-૪૮૪)
એ વખતે તેની કળા જોઈને અન્યત્ર પણ તેવી કળા છે કે નહિ ? એમ જોવાને જ ગયો હોય તેમ સૂર્ય પરદ્વીપમાં ગયો અર્થાત્ (અસ્ત પામ્યો) (૪૮૫)
એટલે રાજા પોતાના પરિવાર સહિત નગરી તરફ ચાલ્યો. એવામાં સૌભાગ્યમંજરીએ પોતાના પતિને કહ્યું કે, “હે નાથ ! મારી મુદ્રિકા ત્યાં પડી ગઈ છે. (૪૮૬)
માટે તે સુંદર વીંટી બની શકે તો શોધી લાવો.' આ પ્રમાણે સ્નેહપૂર્વક બોલતી અને હર્ષ પામેલી સૌભાગ્યમંજરી નગર તરફ ચાલી. (૪૮૭)
તેણે મધુરવાણીથી કરેલા આદેશથી પ્રધાન બહુ જ પ્રમોદ