________________
२२०
श्री मल्लिनाथ चरित्र मातस्तहि मदाकारा, मद्यामय इवाऽपराः । समानवस्त्रालङ्कारास्तिस्रस्तूर्णं समानय ॥४५८॥ भोजयन्ती महीपालं, ताभिः साकमलक्षिता । यथा भवाम्यहं मातस्तथा कुरु गुणाकरे ! ॥४५९।। तस्या वचसि सत्यार्थे, प्रगुणे विहिते चिरात् । भूपमामन्त्रयामास, सचिवो भक्तिमेदुरम् ॥४६०॥ आवासे मन्त्रिणोऽथास्य, विमानसदृशे श्रिया । राजाऽगात् कृतशृङ्गारः, परीवारपरीवृतः ॥४६१॥ भोजनायाऽऽसनासीने, भूपाले सपरिच्छदे । एका मुमोच सौवर्णं, विशालं स्थालमुत्तमम् ॥४६२॥ ભોજનના ન્હાનાથી મને જોવા માંગે છે. (૪૫૭)
તો તે માત ! જાણે મારી બીજી બેનો હોય તેવી મારા જેવા રૂપ, રંગને આકારવાળી તેમજ સમાન વસ્ત્રાલંકારવાળી ત્રણ પ્રમદા(સ્ત્રી)ઓને સત્વર લઈ આવો. (૪૫૮). | હે માત ! તે ભામિનીઓ સાથે રાજાને ભોજન કરાવતાં જેમ હું લક્ષ્યમાં ન આવી જાઉં તેમ તમે કરો.” (૪પ૯).
પછી તેના કહ્યા પ્રમાણે બધુ અલ્પ સમયમાં તૈયાર કરીને પ્રધાને ભક્તિપૂર્વક ભોજનમાં ઉત્સુક રાજાને આમંત્રણ કર્યું. (૪૬૦)
હવે રાજા શુંગાર સજી પરિવાર સહિત શોભાવડે વિમાન સરખા મંત્રીના આવાસમાં આવ્યો. (૪૬૧)
અને પરિવાર સહિત ભોજન કરવા બેઠો. એટલે એક રમણી સુવર્ણનો વિશાળ અને ઉત્તમથાળ મૂકી ગઈ, (૪૬૨)
તો બીજી લલના અમૃતરસના નિર્ઝરણાથી તૈયાર થયા હોય