________________
द्वितीयः सर्गः
व्यपदिश्येति भूपालो, देवीं चम्पकमालिकाम् । वनमालां नवावासवासिनीमभ्यपद्यत ॥ २६३ ॥ कियत्यपि गते काले देवी चम्पकमालिका । ब्राह्मे मुहूर्ते विदुषी, चिन्तयामास चेतसि ॥ २६४ ॥ योगीन्द्रव्यपदेशेन, निषिध्य स्वपरिच्छदम् । नवोढां योषितं काञ्चिद्, यात्यसौ कपटे पटुः ॥ २६५ ॥ विमृश्येति सहाऽस्तोकलोका चम्पकमालिका । यावत् कारागृहाभ्यर्णे, संप्रापत् कोपनाऽऽशया ॥ २६६ ॥ तावदैक्ष्यत सा देवी, तत्क्षणं नर्मकेलिना । मेघवृष्टिरिव शुष्यच्छस्यौघेन कुटुम्बिना ॥ २६७॥ करमूर्ध्वं वितन्वानः, शाखोद्धारमिवाऽऽयतम् । વાત્ર તેવિ ! ત્વાર્ય, મમ ગાતું નિબન્ધનમ્ ॥૨૬॥
१७९
એમ ચંપકમાલા રાણીને કહી, તેને છેતરીને રાજા નવા આવાસમાં રહેનારી વનમાલા પાસે જવા લાગ્યો. (૨૬૩)
આ પ્રમાણે કેટલોક કાળ પસાર થયો અને એકવાર પ્રભાત સમયે ચંપકમાલાએ પોતાના અંતરમાં વિચાર કર્યો કે :- (૨૬૪) “અહો ! કપટમાં ચાલાક એવા મારા પતિ(રાજા) યોગીન્દ્રના બાનાથી પોતાના પરિવારને નિષેધ કરીને કોઈ નવોઢા રમણી સાથે રમણ કરવા જાય છે.” (૨૬૫)
એમ ચિંતવીને સ્વલ્પ પરિવાર લઈને ક્રોધાયમાન એવી તે ચંપકમાલા કારાગૃહ પાસે આવી. (૨૬૬)
એટલે શુષ્કવૃક્ષ જેમ મેઘવૃષ્ટિને ભાળે. તેમ ચિંતાતુર નર્મકેલિએ તે રાણીને જોઈ. (૨૬૭)
તેને જોઈને પોતાના વંશના વિસ્તૃત ઉદ્ધારની જેમ તે પોતાનો