________________
२०४
श्री मल्लिनाथ चरित्र चारुसौभाग्यसौधाग्रपताकाकाञ्चनच्छविः । सौभाग्यमञ्जरी तस्य, नन्दनी नेत्रनन्दनी ॥३८२॥ नयसारो यथार्थाख्यो, मन्त्रिपुत्रः पवित्रधीः । अपाठीद् विमलाख्यस्योपाध्यायस्यान्तिके तथा ॥३८३।। अधीयानैश्छात्रवर्गः, सेवितक्रमपङ्कजम् । श्रीवत्सो नगरस्यान्तस्तमुपाध्यायमैक्षत ॥३८४॥ तं प्रणम्याऽवदत् पूज्य !, मह्यं विद्याप्रदो भव । इत्युक्तेऽपाठयदसौ, सुतवच्छेष्ठिनः सुतम् ॥३८५।।
અને યજ્ઞની શ્રેષ્ઠ દક્ષિણદિશાની જેવી સુદક્ષિણા નામે તેને રાણી હતી. (૩૮૧).
સુંદર સૌભાગ્યવાળી તથા પ્રાસાદના અગ્રભાગ ઉપર રહેલી પતાકા જેવી ચપળતા યુક્ત તથા સુવર્ણસમાન કાંતિવાળી તથા નેત્રને આનંદ આપનારી સૌભાગ્યમંજરી નામે પુત્રી હતી. (૩૮૨)
તે નગરમાં યથાર્થ નામવાળો તથા પવિત્ર બુદ્ધિવાળો નયસાર નામનો મંત્રીપુત્ર વિમલનામના ઉપાધ્યાય પાસે અભ્યાસ કરતો હતો. (૩૮૩)
અભ્યાસક વિદ્યાર્થીઓ જેના ચરણકમળની સેવા કરી રહ્યા છે એવા તે ઉપાધ્યાયને શ્રીવત્સ નગરમાં પ્રવેશ કરતા જોયા. (૩૮૪)
તેને પ્રણામ કરીને બોલ્યો કે, “હે પૂજય ! મને વિદ્યાદાન આપો આથી તે ઉપાધ્યાય શ્રીવત્સને પોતાના પુત્રની જેમ ભણાવવા લાગ્યા. (૩૮૫)
પરંતુ પૂર્વભવમાં ઉપાર્જન કરેલા જ્ઞાનાવરણીય કર્મના પ્રભાવે ભણાવવાનો પ્રયાસ કરવા છતાં પણ તે શ્રીવત્સ અસંજ્ઞીજીવની