________________
२०७
દ્વિતીયઃ સ: नयसारः पुनरसौ, मन्त्रिपुत्रो निधिधियाम् । वीरः शूरो नयी शान्तः, सुदाक्षिण्यः प्रियंवदः ॥३९६।। यद्येष मम जीवेशो, जायते पुण्ययोगतः । तुष्टा मे देवताः कुल्याः, सत्याश्चाशी: परम्पराः ॥३९७॥ इत्थं विचिन्त्य सप्रेमप्रपञ्चवचनं च सा । नयसारं प्रति प्रीत्या, बभाषे रहसि स्थिता ॥३९८॥ नयसारोऽप्युवाचेदं, कैतवेन कृतस्मयः । युक्तमुक्तं त्वया भद्रे !, शृङ्गारद्रुघनावलि ! ॥३९९।।
મૂર્ખ અને અપશબ્દ બોલવામાં કુશળ એવા પુરુષ સાથે પરણાવશે તો હું શું કરીશ. ? કારણ કે કન્યાનો અર્થ જ મતિને અગોચર છે. અથવા કન્યા થાપણ છે. કોને ત્યાં જશે તે કહી શકાતું નથી. (૩૯૫)
આ નયસાર મંત્રીપુત્ર બુદ્ધિનિધાન, વીર, શૂર, ન્યાયી, શાંત, દાક્ષિણ્યયુક્ત અને મધુરભાષી છે. (૩૯૬)
તેથી એ મારે યોગ્ય પતિ છે અને ભાગ્ય યોગે જો એ મારો પતિ થાય તો કુળદેવતાઓ મારા પર તુષ્ટ થયા અને તેમના આશીર્વાદ બધા સત્ય થયા એમ હું માનીશ. (૩૯૭)
એ પ્રમાણે વિચારીને સૌભાગ્યમંજરીએ એકાંતમાં નયસારને પ્રેમાળવચનથી બોલાવ્યો અને પોતાની ઇચ્છા પ્રાર્થનારૂપે જણાવી. (૩૯૮)
એટલે કાંઈક હસીને નયસાર બોલ્યો “હે ભદ્રે ! હે કલ્યાણો! શૃંગારવૃક્ષ મેઘમાલે ! (શૃંગારવૃક્ષને વિકસિત કરવામાં મેઘમાલા સમાન ! તે કહ્યું તે સર્વથા યુક્ત છે. (૩૯૯)