________________
द्वितीयः सर्गः
अविचार्य कृतं कार्यं यत्तत् स्फुटं निरीक्षितम् । गुरुद्रोहपराया मे, सर्वमल्पमिदं पुनः ॥४२५॥ अन्यासामपि स्वच्छन्दचारिणीनां जगत्यपि । भग्नो मार्गो मयाऽवश्यं, नयसारप्रयोगतः ॥४२६ ॥
आत्मकुलक्षयत्रासाद्, नयसारेण बुद्धितः । દ્વાહિતો પિયા ન્યૂનો, નૂનં વિનયપટ્ટ: ॥૪૨ા इत्थं चिन्तातुरा दूरं, तरुणं तरिणि यथा । दृशा संभावयामास, तं न श्रेष्ठितनूद्भवम् ॥४२८॥
२१३
રાજકન્યા સર્વાંગે અત્યંત સંતાપ પામી (૪૨૪)
અને ચિંતવવા લાગી કે, વગર વિચાર્યે કાર્ય કરવું ન જોઈએ. મેં વિચાર કર્યા વિના કાર્ય કરવાથી કેવું ફળ મળે છે તે સાક્ષાત્ જોયું. અથવા તો ગુરુ (વડીલ)નો દ્રોહ કરનારી હું, મારા પર જે દુઃખ પડે તે ઓછું છે. (૪૨૫)
અહો ! આ નયસારના પ્રયોગથી મેં જગતમાં અન્ય સ્વચ્છંદચારિણી સ્ત્રીઓના માર્ગને પણ ખરેખર ભગ્ન કર્યા. (૪૨૬)
પોતાના કુલક્ષયના ત્રાસને કારણે નયસારે પોતાની ચાલાકીથી ખરેખર બુદ્ધિમાં ન્યૂન એવો આ વિનયચક્ર મને પરણાવ્યો.” (૪૨૭)
આ પ્રમાણે ચિંતાતુર થઈને રાજપુત્રીએ સૂર્યની સામે જેમ કોઈ ન જુએ તેમ તે તરૂણ શ્રેષ્ઠિપુત્રની સામે દૃષ્ટિ માત્રથી પણ જોયું નહીં, (૪૨૮)
અનુક્રમે તે ઉજ્જયિનીમાં આવ્યા અને એક ઉંચી હવેલીમાં