________________
દ્વિતીયઃ સ.
२१७ कथं वेत्सि नृपोक्तोऽसौ, बभाषे हन्त ! होरया । देव ! जानामि कामिन्या, निजाया वल्लभो न यः ॥४४४॥ श्रुत्वेदं कौतुकादेष, सेवावसरमागतम् । उवाच सचिवं चारु, समक्षं निजपर्षदः ॥४४५।। मन्त्रिन्नभिनवो मन्त्री, राज्ञो भोजनदायकः । इत्यस्माकं सदाचारः, कर्तव्यः सत्वरं त्वया ॥४४६।। आमेत्युक्त्वा गतो गेहं, विमनस्को गतस्ववत् । उवाच धात्रिका मन्त्रि श्रेष्ठं श्रेष्ठगिरा तया ॥४४७।। अपमानं महीभा, किं ते वत्स ! प्रकाशितम् । किंवा धीविषयेऽप्युच्चैः, कश्चिदर्थस्त्वगोचरः ? ॥४४८।। પ્રધાન જગતના જીવોને પ્રિય છે પણ પોતાની પત્નીને તે અપ્રિય છે.” (૪૪૩)
એટલે રાજાએ પૂછ્યું કે, “એ તે શી રીતે જાણું.” તે બોલ્યો કે “હે રાજેન્દ્ર ! હું હોરા (જયોતિષના બળથી)થી જાણી શકું છું કે એ પોતાની વલ્લભાને વલ્લભ નથી.” (૪૪૪)
તે સાંભળીને કૌતુકથી રાજાએ સેવા માટે આવેલા પ્રધાનને સભાસમક્ષ મધુરવચનથી કહ્યું કે, (૪૪૫).
હે મંત્રિ ! અભિનવમંત્રી રાજાને ભોજન આપે એવો અમારો પરંપરાથી ચાલ્યો આવતો રિવાજ છે. તેનો તારે સત્વર અમલ કરવો.” (૪૪૬)
પછી “હા સારૂં” એમ કહીને જાણે સર્વસ્વ નાશ પામ્યું હોય તેવો વિમનસ્ક થઈને તે ઘરે આવ્યો. એટલે ધાત્રીએ તેને શ્રેષ્ઠવાણીથી પૂછ્યું કે, (૪૪૭).
“હે વત્સ ! શું રાજાએ તારું કાંઈ અપમાન કર્યું.” અથવા