________________
२०६
छात्राणामासनान्येष, विन्यस्यति दिवानिशम् । पदसंवाहनादीनि कर्माणि विदधेतराम् ॥ ३९१ ॥
श्री मल्लिनाथ चरित्र
नाम च्छात्रैर्ददेऽथास्य, विनयचट्ट इत्यपि । दुर्भिक्षं नाम तेषां हि, किमाख्यासु विजृम्भते ? ॥३९२॥
अमुष्य भक्तिचट्टस्य, पाठकुण्ठस्य सर्वथा । एवं द्वादश वर्षाणि, हर्षोत्कर्षजुषोऽव्रजन् ॥३९३॥
तस्यां तु लेखशालायां, पठन्ती राजकन्यका । सौभाग्यमञ्जरी नाम्ना, जज्ञे यौवनपावना ॥ ३९४ ॥
कस्मैचिद् गतविद्यायाऽवद्यवाक्यवराय माम् । दास्यते जगतीनाथः, कन्यार्थो मत्यगोचरः ॥ ३९५ ॥ લાગ્યો અને ખડી પલાળીને તે તેમના ખડીયા ભરી આપવા લાગ્યો. (૩૯૦)
રાતદિવસ તે છાત્રોના આસનો બિછાવવા લાગ્યો અને પગચંપી વિગેરે પણ સારી રીતે કરવા લાગ્યો. (૩૯૧)
આથી વિદ્યાર્થીઓએ તેનું મૂર્ખચટ્ટ નામ ફેરવી વિનયચટ્ટ એવું નામ રાખ્યું. કેમ કે નવું નામ આપવામાં તેમને ક્યાં મુશ્કેલી પડે તેમ હતું ? (૩૯૨)
આ પ્રમાણે ભણવામાં સર્વથા કુંઠિત બુદ્ધિવાળા અને હર્ષોત્કર્ષ યુક્ત એ વિનયચટ્ટના બાર વરસ વ્યતિત થયા. (૩૯૩)
કરે સૌભાગ્યમંજરી. ભાવિપતિ ચિંતવના.
હવે તે પાઠશાળામાં પ્રાપ્તયૌવનવયવાળી રાજકન્યા સૌભાગ્યમંજરી પણ ભણતી હતી. (૩૯૪)
તે એકવાર વિચારવા લાગી કે :- “કદાચ રાજા મને કોઈ