________________
२०८
श्री मल्लिनाथ चरित्र देवानामर्थनीया त्वं, यदि प्रार्थयसे च माम् । तद् मे सभाग्यं सौभाग्यं, किन्तु किञ्चन वच्म्यहम् ॥४००॥ त्वं कन्यकाऽसि भूमीन्दोस्तत्पत्तेरस्मि नन्दनः । मृगद्विपेन संबन्धः, किं भद्रायाः प्रशस्यते ? ॥४०१॥ अथोचे भूपतेः पुत्री, सत्यमेव त्वयोदितम् । परं विद्यागुणैः कोऽन्यस्तव तुल्यो जगत्यपि ? ॥४०२॥ कस्याऽपि गुणहीनस्य, किं करिष्यामि पाणिगा । ककुद्मतो गले बद्धाऽनड्वाहीव वराकिका ॥४०३॥ नयसारोऽदधाच्चित्तेऽनुरक्तं मयि मानसम् । रक्षितुं शक्यते नैव, निषिद्धमपि युक्तिभिः ॥४०४॥
દેવોને પણ પ્રાર્થનીય તું જ્યારે મારી પ્રાર્થના કરે છે ત્યારે તો ખરેખર મારા સૌભાગ્યની વાત છે. છતાં મારે કહેવું પડે કે તું રાજકન્યા છે અને હું રાજાના સેવકનો પુત્ર છું. શું ભદ્રાહાથણીનો સંબંધ સામાન્ય હાથી સાથે યોગ્ય ગણાય ? (૪૦૦૪૦૧)
રાજપુત્રી બોલી કે “હે ભદ્ર ! તું કહે છે તે સત્ય છે પણ વિદ્યા અને ગુણો જોતાં જગતમાં તારા સમાન બીજો કોણ છે ? (૪૦૨)
તેથી જો તું મારી પ્રાર્થનાનો સ્વીકાર નહિ કરે તો આખલાને ગળે બાંધેલી રાંકડી ગાયની જેમ કોઈ ગુણરહિત માણસના હાથમાં જતાં મારી શી દશા થશે? (૪૦૩)
એ સાંભળી નયસારે વિચાર્યું કે - “મારા ઉપર અનુરાગી થયેલું એનું મન યુક્તિપૂર્વક નિષેધ કરવા છતાં પણ અન્યત્ર