________________
દ્વિતીયઃ સઃ
१८३ उवाच रक्षको ज्ञात्वा, समुद्भूतं तदद्भुतम् । तच्छ्रुत्वा शून्यचेतस्कः, सोऽभवद् गतवित्तवत् ॥२८३॥ अथ चम्पकमालापि, भूपतेः पार्श्वमेत्य च । अभाषिष्ट मृषावादी, त्वत्तो नान्यो जगत्यपि ॥२८४॥ योगिनं भैरवं नन्तुं, प्रयामीत्युपदिश्य माम् । भैरवीं तां मुहुर्यासि, सेवितुं निजवल्लभाम् ॥२८५॥ इत्युक्त्वा कोपना देवी, कोपागारमुपेत्य च । उद्बन्धनं व्यधादाऽऽशु, नास्ति कोपवतां मतिः ॥२८६॥ अन्वेषिताऽपि शतशो, महीशेन जनैरपि । न दृष्टा वनमाला सा, हस्तभ्रष्टाणुरत्नवत् ॥२८७॥ કહી સંભળાવ્યો, તે સાંભળીને પોતાનું સર્વધન ચોરાઈ કે ખોવાઈ ગયું હોય તેમ રાજા શૂન્યચિત્તવાળો થઈ ગયો. (૨૮૩).
એવામાં ચંપકમાલાએ રાજાની પાસે આવીને કહ્યું કે :“અહા ! જગતમાં તમારા જેવો કોઈ મૃષાવાદી નહિ હોય કે જે હું ભૈરવાનંદ યોગીને નમસ્કાર કરવા જાઉં છું.” એમ કહી મને છેતરીને વારંવાર પોતાની વલ્લભા પેલી ભૈરવીની સાથે ભોગવિલાસ કરવા જતા હતા. (૨૮૪-૨૮૫).
આમ કહીને કોપાયમાન થયેલી રાણીએ પોતાના ભવનમાં આવી તરત ગળે ફાંસો ખાધો. અહો ! ક્રોધીને મતિ ક્યાંથી હોય ? (૨૮૬)
પછી રાજાએ પોતાના માણસો પાસે વનમાલાની ઘણી શોધ કરાવી. પણ હાથમાંથી ખોવાયેલા ઝીણા રત્નની જેમ વનમાળા
१. अभाषतेति पाठान्तरम् ।