________________
१८८
श्री मल्लिनाथ चरित्र ततो बर्बरदेशे सा, विक्रीता तेन विप्रवत् । एकत्रापि हि दुर्दैवाद्, भवे भवशतं भवेत् ॥३०८॥ कदन्नभोजिनी कामं, मलाविलकलेवरा । वनमालाऽभजद् नूनं, शुष्कमालेव हेयताम् ॥३०९॥ अन्येद्युस्तृणकाष्ठौघमानेतुं काननं गता । ततः सा मूर्च्छयाऽभ्रश्यत्, पृथिव्यां छिन्नवृक्षवत् ॥३१०॥ मृतेव गतनिःश्वासा, मौनिनी योगिनीव सा । अलब्धसंज्ञा सुचिरं, स्थिता ही ! विधिजृम्भितम् ॥३११।। मृतकल्पामिमां चञ्च्वा, ततो भारण्डपक्षिराट् । जगृहे नीरधेरन्तीपे चन्द्रकलाह्वये ॥३१२।।
તેને પણ પૂર્વ પ્રમાણે જ જવાબ આપ્યો. “કારણ કે સતીઓ સદા એકરૂપે જ હોય છે.” (૩૦૭)
પછી તેણે પેલા બ્રાહ્મણની જેમ તેને બર્બરદેશમાં જઈને વેચી. “અહો ! દુર્દેવયોગે એક ભવમાં પણ સો ભવ થાય છે.” (૩૦૮)
ત્યાં ખરાબ અન્નનું ભોજન કરનારી અને અત્યંત મલિન શરીરવાળી વનમાલા-શુષ્કમાલાની જેમ ક્ષીણ થવા લાગી. (૩૦૯)
એકવાર તે તૃણ અને કાષ્ઠ લેવાને વનમાં ગઈ ત્યાં એકદમ મૂચ્છિત થઈને છિન્નવૃક્ષની જેમ પૃથ્વી ઉપર ઢળી પડી (૩૧૦)
અને મૃતની જેમ શ્વાસરહિત યોગિનીની જેમ મૌનયુક્ત એવી તે બહુ વખત બેભાન સ્થિતિમાં પડી રહી. “અહો ! દૈવની ગતિ ન્યારી છે.” (૩૧૧)
પછી મૃતતુલ્ય સમજીને એક ભાખંડ પક્ષી પોતાની ચાંચવડે