________________
द्वितीयः सर्गः
નરાય પ્રજ્ઞાયો, વિષયા હન્ત ! સેવિતાઃ। तेषां त्यागस्तु भावेनापवर्गपथदर्शकः ॥ ३५९ ॥ यथोद्देशं हि निर्देश, इति ध्यायन् महामुनिः । उपाक्रमत माहात्म्यं, तपसो वक्तुमप्यथ || ३६०॥ तपो विजयतामेकं, कार्मणं भुवनश्रियः । धर्मरोहणमाणिक्यं, कर्मकक्षाऽऽशुशुक्षणिः || ३६१॥
विधिवद्विहितादस्मात्, कर्ममर्मविभेदकात् । सुगतिं लभते विद्याविलासो नृपतिर्यथा ॥३६२॥ युग्मम्
१९९
શું રત્ન આપી દેતો નથી ? (૩૫૮)
અહો ! વિષયોનું સેવન કરતાં નરકગતિ પ્રાપ્ત થાય છે. અને ભાવપૂર્વક તેનો ત્યાગ કરવાથી સ્વર્ગ અને મોક્ષ મળે છે. (૩૫૯)
હવે જે રીતે ઉદ્દેશ કર્યો હોય તે રીતે નિર્દેશ કરવો જોઈએ’ એ ન્યાયનો વિચાર કરી તે મહામુનિ તપનું માહાત્મ્ય કહેવા લાગ્યા :- (૩૬૦)
“સમસ્ત પ્રકારની લક્ષ્મીના કારણરૂપ, ધર્મરૂપ રત્નની રોહણભૂમિરૂપ અને કર્મરૂપ કાષ્ઠને હુતાશન (અગ્નિ) સમાન એવો તપ જયવંત વર્તી (૩૬૧)
કર્મના મર્મને ભેદનાર એવા તપનું વિધિપૂર્વક સેવનકરવાથી વિદ્યાવિલાસ રાજાની જેમ પ્રાણી સુગતિને પામે છે તે કથાનક આ પ્રમાણે છે. (૩૬૨)
છુ. ‘મહામતિ' કૃતિ પાતાન્તરમ્ ।