________________
દ્વિતીયઃ સઃ प्रतापाक्रान्तलोकोऽपि, परासक्तो दिवाकरः । अपराधीव दैवेन, पात्यते वार्धिपाथसि ॥२९३॥ पुराणवेदिनो यूयं, यद्यन्यायं करिष्यथ ? । तदा सत्येति गीरासीत्, समुद्राद् धूलिरुत्थिता ॥२९४॥ आपातरम्यैविषयैः, किम्पाकद्रुफलैरिव । कथं स्वकुलमर्यादां त्यजसि क्षयवाधिवत् ? ॥२९५॥ दिवा न वीक्षते घूकः, काको नक्तं न वीक्षते । कामार्तः कोऽपि पापीयान्, दिवा नक्तं न वीक्षते ॥२९६॥ जीवितं शीलमेवैकं, कुलीनस्य क्षमातले ।
आयुर्मुतादभ्यधिको, यतः शीलमृतोऽशुभः ॥२९७॥ કેમ ઇચ્છે છે ? (૨૯૨)
પ્રતાપથી આક્રાંત છતાં પરાસક્ત (પરદારાલંપટ) લોકને એક અપરાધીની જેમ દૈવાધીન થઈ સૂર્યની જેમ દુઃખસાગરમાં પડવું પડે છે. (૨૯૩)
તમે પુરાણના જ્ઞાતા છો અને જો અન્યાય કરશો તો “સમુદ્રમાંથી ધૂળ ઊડી” એ કહેવત સાચી ઠરશે. (૨૯૫).
વળી કિપાકફળ સમાન આપાતરમ્ય વિષયોમાં વ્યાકુળ થઈને ક્ષય થતા સમુદ્રની જેમ તું પિતાના કુળની મર્યાદાને કેમ જલાંજલિ આપે છે ? કહ્યું છે કે :- (૨૯૫)
ઘુવડ દિવસે અને કાગડો રાત્રે જોઈ શકતા નથી, પણ કામાર્ત કોઈ મહાપાપી છે કે જે દિવસે અને રાત્રે કોઈપણ વખતે જોઈ શકતો નથી. (૨૯૬)
કુલીન પુરુષને પૃથ્વીતલપર એક પોતાનું શીલ એ જ જીવિત છે. કારણ કે આયુષ્યક્ષયથી મરણ પામેલા કરતાં