________________
१८०
श्री मल्लिनाथ चरित्र श्रुत्वेदं विस्मिता देवी, तत्रागत्येत्युवाच सा । किमर्थं तव संजाता, मम कार्ये हि दुःखता ? ॥२६९॥ देवि ! श्रीविमलो राजा, मृगयायामुपागतः । वनमालां परिणिन्ये, प्रदत्तां तापसैर्जनैः ॥२७०।। भयपूर्वं निषिद्धेऽर्थ, समस्ते स्वपरिच्छदे । मया संलपितं देव्याः, कथयिष्यामि निश्चितम् ॥२७१॥ तां चित्ते बिभ्रता भस्माङ्करां राज्ञा ममोपरि ।
प्रीतिं विमुच्य मय्युच्चैरीदृशी विदधे दशा ॥२७२॥ હાથ ઉંચો કરી બોલ્યો કે - “હે દેવી તમારું કાર્ય કરતાં મને બંધન થયું છે.” (૨૬૮)
આ પ્રમાણે સાંભળીને રાણી વિસ્મય પામી તેની પાસે આવીને કહેવા લાગી કે - “હે ભદ્ર ! મારું કાર્ય કરતાં તને દુઃખ શી રીતે પ્રાપ્ત થયું ?” (૨૬૯)
તે બોલ્યો કે, હે દેવી ! રાજા શિકાર કરવા ગયા હતા. ત્યાં તાપસજનોએ તેને વનમાળા નામે એક સુંદર કન્યા પરણાવી, (૨૭૦)
એટલે આપના ભયથી તેણે પોતાના પરિવારને તે વાત ગુપ્ત રાખવા સૂચના કરી. એવામાં હું બોલ્યો કે :- “આ વાત હું દેવીને અવશ્ય કરીશ.” (૨૭૧).
તેથી મારી ઉપર જે પારાવાર પ્રેમ હતો તેનો એકદમ ત્યાગ કરીને રાજાએ ભસ્માંકુર સમાન થઈ મને આવી દશાએ પહોંચાડ્યો.” (૨૭૨).
૨. નિષિદ્ધ તુ ત્યપિ પીંડા ૨. સાક્ષેમિતિ ૨ |