________________
દ્વિતીય સ:
१७१ एतन्मकरन्ददम्भेने रुदत्स्विव वनेष्विव । भयेन कम्पमानासु, वल्लरीषु भुजास्विव ॥२२५।। केषुचित् पादहीनेषु, धार्यमाणेषु केषुचित् । केषुचित् प्रोथहीनेषु, पुच्छहीनेषु केषुचित् ॥२२६।। केषुचिद् बध्यमानेषु, मार्यमाणेषु केषुचित् । केषुचिद् नश्यमानेषु, श्वापदौघेषु सर्वतः ॥२२७॥ इतश्च कश्चिदागत्य, प्रणम्य परया मुदा । व्यजिज्ञपद् महीपालं, कालं काननचारिणाम् ॥२२८॥ चतुर्भिः कलापकम् देव ! ऋक्षाध्वचारेण, गच्छता दूरतो मया ।
एका निरीक्षिता बाला, कामसंजीवनौषधम् ॥२२९॥ અવાજથી “અહો ! આ અન્યાય છે.” એમ જાણે તે વન બોલતું હોય એવું જણાવા લાગ્યું. (૨૨૪)
અને સુરભિ વડે ગુંજારવ કરતા મધુકરો(ભમરો)ના મિષથી જાણે લતાઓ કંપતી હોય એવો દેખાવ થઈ રહ્યો. (૨૨૫)
તે વખતે કેટલાક વ્યાપદો પગરહિત થયા, કેટલાક પકડાતાં કેટલાંક પશુઓના મુખ કપાતા હતા તો કેટલાક પશુઓને પુંછડા વગરના કરતા હતા. (૨૨૬)
કેટલાક બંધાતા, કેટલાક મરાતાં, કેટલાક પશુઓ ચારેબાજુ ભાગી રહ્યા હતા. (૨૨૭)
એવામાં કોઈ પુરુષે આવી પરમહર્ષથી પ્રણામ કરીને વનવાસી પશુઓના કાળરૂપ મહિપાલને વિજ્ઞપ્તિ કરી કે :- (૨૨૮)
“હે દેવ ! એક રીંછની પછવાડે જતાં દૂરથી મેં કામના સંજીવન ઔષધરૂપ એક બાળા જોઈ (૨.૨૯) 8. માત્ |