________________
द्वितीयः सर्गः
दूरादेव समायान्तमवलोक्य तपोधनाः । उत्तस्थुरुदयाहार्योदिततिग्मांशुबिम्बवत् ॥ २३५॥
षडंशभागिने तस्मै, पाद्यमर्घ्यं यथाविधि । दत्त्वा कुशाऽऽसने राजा, महर्षिभिर्निवेशितः ॥ २३६||
तेषां मुख्यो जगादैवं, चन्द्रः कुलपतिस्ततः । धन्या वयं यतो दिष्ट्या, दृष्टस्त्वमसि तत्त्ववित् ॥२३७||
भवते तत्रभवते, सपर्यां काञ्चनाऽधुना । करिष्यामो ऽतिथिभ्यो हि प्रदत्तं श्रेयसे किल ॥ २३८ ॥
१७३
તેમ તેણે માર્ગ દર્શાવવાથી રાજા તે વનરૂપ મહાસાગરમાં ચાલ્યો. (૨૩૪)
પછી ઉદયાચલ પર ઉદય પામેલા વિબિંબની જેમ દૂરથી જ તે રાજાને આવતો જોઈને તપસ્વીઓ બધા ઊભા થયા. (૨૩૫)
અને પુણ્ય-પાપનાં છઠ્ઠા અંશના ભાગીદાર એવા તે રાજાને યથાવિધિ અર્ધ્ય આપીને મહર્ષિઓએ તેને કુશાસન (દર્ભના આસન) ઉપર બેસાડ્યો. (૨૩૬)
પછી તેમનામાં મુખ્ય એવા ચંદ્ર નામે કુલપતિ બોલ્યા કે, “અહો ! અમે ધન્ય થયા કે ભાગ્યયોગે તત્ત્વજ્ઞ એવા તમે અમારા જોવામાં આવ્યા. (૨૩૭)
હવે પૂજ્ય એવા તમારી અમે કંઈક સરભરા આગતા સ્વાગતા કરીશું. કારણ કે અતિથિ સત્કાર કરવો તે અમારો ધર્મ છે. અને તે શ્રેયસ્કર છે.” (૨૩૮)
એટલે રાજા સમુદ્ર જેવા વિશાળગંભીર ધ્વનિથી બોલ્યો કેઃ