________________
१५८
श्री मल्लिनाथ चरित्र सुषमाकालजातैर्वा, पत्तिभिश्च पदे पदे । रथैरनेकनिष्पन्नप्रद्योतनरथैरिव ॥१६२॥ प्रयाणैरुत्प्रयाणैश्च, बहुभिः पद्मशेखरः । स्वकीयदेशसीमस्थः, समभूद् भूरिसैन्यवान् ॥१६३।। सूरोऽपि निकटीभूय, तस्थिवान् बलमेदुरः । आवाससंस्थया बिभ्रत्, सार्वभौमबलश्रियम् ॥१६४।। संजग्माते क्रमेणाऽथ, सेनाम्भोधी महारयौ ।
स्वनत्समरतूर्यालीगम्भीररवभीषणौ ॥१६५।। જેવી ભાસવા લાગી. (૧૬૧)
જાણે સુષમાકાળમાં ઉત્પન્ન થયા હોય તેવા પદાતિઓથી, અને જાણે તૈયાર કરેલા સૂર્યના રથો જેવા રથોથી તેના રાજ્યની ભૂમિ ચારેતરફ વ્યાપ્ત બની ગઈ. (૧૬૨)
પછી ચતુરંગસેના સહિત પ્રયાણ ઉપર પ્રયાણ કરતાં ઘણા પ્રયાણ વડે બહુસૈન્યયુક્ત પધશેખર રાજા પોતાના દેશના સીમાડા ઉપર આવ્યો. (૧૬૩)
બંનેના સૈન્યનું પરસ્પર યુદ્ધ. એટલે આવાસ સ્થિતિથી ચક્રવર્તીની સંપત્તિને ધારણ કરતો અને બળથી મદોન્મત્ત એવો સૂર રાજા પણ તેની સામે આવ્યો. (૧૬૪)
પછી અનુક્રમે શબ્દ કરતા રણવાજીંત્રોના ગંભીરનાદથી ભયંકર અને મહાવેગશાળી એવા તે બંને સૈન્યરૂપ સમુદ્ર એકત્ર મળ્યા. (૧૬૫)
અને યોદ્ધા યોદ્ધાઓની સાથે, હાથીઓ હાથીઓની સાથે,