________________
१५५
હૈતીયઃ સ. तयाऽभाणि विहस्येदं, तव नव्यस्य भूपतेः । किं यदस्तितरां सत्त्वं, राज्यश्रीप्रतिभूनिभम् ? ॥१४७।। ततो दारिद्यनामाऽयं, मया चक्रेतरां नरः । तव सत्त्वपरीक्षायै, महासत्त्वशिरोमणेः ॥१४८॥ वरं वृणु महाभाग !, तुष्टाहं तव साहसात् । अथोवाच नृपो देवि !, हृषिताऽसि यदि स्फुटम् ॥१४९।। शत्रोरमारकं राज्यलक्ष्मीवृद्धिनिबन्धनम् । वरं प्रयच्छ मे देवि !, यदि तुष्टासि सत्त्वतः ॥१५०॥ अथ तस्मै ददौ देवी, दिव्यरत्नं स्फुरत्प्रभम् ।
अस्मिन् बद्धे धनुर्दण्डे, निद्रात्यरिबलं रणे ॥१५१॥ ચંદ્રની જ્યોના જેવી નિર્મળ ચંદ્રભાગા નામે મારી સખી છે. (૧૪૬)
તેણે એકવાર હસીને મને કહ્યું કે -હે સખી ! તારા નવા રાજામાં રાજયશ્રીનાં જામીનરૂપ એવું કંઈ વિશિષ્ટ સત્ત્વ છે કે નહીં ? (૧૪૭)
એટલે મહાસત્ત્વશિરોમણિ એવા તારી પરીક્ષા કરવા માટે મેં આ દારિદ્રય નામે પુરુષ બનાવ્યો. (૧૪૮)
હવે હે મહાભાગ ! વર માંગ, હું આ તારા સાહસથી સંતુષ્ટ થઈ છું. રાજા બોલ્યો કે - “હે દેવી ! જો તું સાક્ષાત્ પ્રસન્ન થઈ હોય અને મારા સત્ત્વથી ખરેખરી સંતુષ્ટ થઈ હોય તો (૧૪૯)
કોઈ શત્રુને માર મારવા ન પડે અને રાજ્યલક્ષ્મીની વૃદ્ધિ થાય એવું મને વરદાન આપ.” (૧૫)
એટલે દેવીએ તેને સ્કુરાયમાન પ્રભાવાળું એક દિવ્યરત્ન