________________
१३६
श्री मल्लिनाथ चरित्र जगन्मोहनिदानाय, दुर्लक्षाय बुधैरपि । विवेकिजनमुक्ताय, स्त्रीवृत्ताय नमोनमः ॥५७॥ सुस्नेहपात्रसंस्थायिदीप्रा दीपशिखा यथा । मलिनी तनुते लोललोचना निजमाश्रयम् ॥५८॥ एवं विभाव्य शुद्धात्मा, विमुच्य नगरं निजम् । उत्तराशामुत्तराशः, प्रतस्थे पद्मशेखरः ॥५९॥ व्याधव्याहतसारङ्गशून्यभ्राम्यन्मृगीकुलाम् । विलोक्यमानपारीन्द्रपादां पांशुलभूमिषु ॥६०॥ नाहलैर्बद्धगोष्ठीकैर्धज्ज्यमानपशुव्रजाम् ।
बम्भ्रम्यमाणनिस्त्रासयोगिनीशतसङ्कलाम् ॥६१॥ દુર્લક્ષ્ય અને વિવેકીજનોથી મુક્ત એવા સ્ત્રીચરિત્રને નમસ્કાર થાઓ. (૫૭).
સ્નેહરહિત પાત્રમાં રહેનાર અને દીપ્ર એવી દિપશિખાની જેમ ચપલાણી (સ્ત્રી) પોતાના આશ્રય (ગૃહ)ને જ મલીન કરે છે. (૫૮)
પાશેખરે કરેલો નગરત્યાગ. આ પ્રમાણે ચિંતવીને વિશુદ્ધાત્મા અને શ્રેષ્ઠ આશયવાળો પદ્મશખર પોતાના નગરને મૂકીને ઉત્તરદિશા તરફ ચાલ્યો. (૫૯)
આગળ જતાં કેટલાક દિવસે તે પારધીઓથી હણાયેલા મૃગની પાછળ શૂન્ય થઈને જ્યાં મૃગલીઓ ભ્રમણ કરી રહી છે, જ્યાં રેતાળ જમીન પર સિંહના પગલા જોવામાં આવે છે. (૬૦).
જ્યાં વાતોમાં લીન થયેલા ભીલો પશુમાંસને પકાવી રહ્યા છે. ત્રાસરહિત ભ્રમણ કરતી સેંકડો યોગિનીઓથી જે વ્યાપ્ત છે.