________________
१४५
તિય: સ:
वरं वृणु महाभाग !, तुष्टाऽहं तव साहसात् । सुस्वप्नेक्षणवद् मोघं, नाऽस्माकं दर्शनं यतः ॥१००॥ यदि तुष्टाऽसि पद्रेशे !, स्वर्णलक्षं प्रयच्छ मे । अन्यथा मम वाञ्छाद्रुर्गतमूलः पतिष्यति ॥१०१॥ स्मित्वा पद्रेश्वरी प्रोचे, स्वर्णलक्षं न संनिधौ । ममास्ति भद्र ! किन्तूच्चैरुपायं दर्शयामि ते ॥१०२।। अथाभ्यधादसौ देवीमुपायं प्रकटीकुरु ।। न किं कलान्तराकृष्टाद्, वित्ताद् वित्तमुपाय॑ते ? ॥१०३।। શરીરની કાંતિથી દેદીપ્યમાન એવી તે દેવી તેની આગળ પ્રગટ થઈને બોલી કે :- (૯૯)
હે મહાભાગ ! તારા સાહસથી હું સંતુષ્ટ થઈ છું માટે વરદાન માંગ. કારણ કે સુસ્વપ્રની જેમ અમારૂં દર્શન નિષ્ફળ જતું નથી.” (૧૦૦)
એટલે કુલપુત્ર બોલ્યો કે :- “હે દેવી ! જો તું સંતુષ્ટ થઈ હોય તો મને એકલાખ સોનામહોર આપ. નહિતર મારૂં વાંછારૂપ (ઇચ્છા)વૃક્ષ મૂળરહિત થઈને પડી જશે.” (૧૦૧)
એટલે પદ્રદેવી ઉપયોગ દઈને બોલી કે - “હે ભદ્ર ! લક્ષ સોનામહોર મારી પાસે નથી. પણ હું તને તેની પ્રાપ્તિનો ઉપાય બતાવું.” (૧૦૨).
તે બોલ્યો કે - “તો ઉપાય બતાવો. કારણ કે કળાંતરથી અન્ય કળાઓ દ્વારા મેળવેલ ધનથી શું બીજું ધન ઉપાર્જન થઈ શકતું નથી ? (૧૦૩)
એટલે તે દેવી બોલી કે - “પુરુષાકાર એવું આ માટીનું