________________
१४३
દ્વિતીયઃ સઃ
दुश्चिकित्स्यनृपव्याधिवीक्षणाच्चिन्तयाऽऽकुलः । अहं निर्गमयामास, दिनं संवत्सरोपमम् ॥१०॥ निशायामद्य निद्राणे, मयि काचन देवता । एवमादेशयामास, मा मा चिन्तातुरो भव ॥९१॥ यः प्रातः सहकारस्य, च्छायायां मार्गखेदतः । शयितं वीक्षसे राज्ये, तं भद्र ! विनिवेशयेः ॥९२॥ पद्मशेखर इत्यस्य, नाम स्थाममनोहरम् । यस्माद् राज्यश्रियो वृद्धिः, संभविष्यति निश्चितम् ॥९३॥ सत्याकर्तुमहं मन्ये, भवदागमनोत्सवः । समायातोऽसि नो भाग्यैः, पाहि राज्यमखण्डितम् ॥९४||
એવા મારા દરેક દિવસ વરસ સમાન જાય છે. (૯૦)
આજે રાત્રે હું નિદ્રાવશ થતાં કોઈ દેવીએ આવીને મને કહ્યું કે :- “હે ભદ્ર ! તું વધારે ચિંતા ન કર, (૯૧) - પ્રાત:કાળે માર્ગના શ્રમથી સહકારની છાયામાં જેને તું સૂતેલો જુવે, તેને તારે લઈ આવીને રાજય ઉપર બેસાડવો. (૯૨)
તેજથી મનોહર એવા તે માણસનું નામ પાશેખર છે. અને તેનાથી તમારી રાજયલક્ષ્મીની અવશ્ય વૃદ્ધિ થનાર છે. (૯૩) ' હે ભદ્ર ! તે વાતની સત્યતા જોવાને માટે મારું અહીં આવવું થયું છે. અને અમારા ભાગ્યથી જ આપ અહીં પધાર્યા જણાવો છો. માટે હવે નગરમાં આવીને આ અખંડિત રાજ્યનું પાલન કરો. (૯૪).
એ વખતે પોતાના શરીરની પાછી સ્વાભાવિક આકૃતિ થઈ