________________
१४६
श्री मल्लिनाथ चरित्र गृहाण पुरुषाकारं, नरं मृत्स्नामयं तनु । दारिद्र्यमस्य नामेति, दुःस्थितादयितान्वितम् ॥१०४॥ स्मित्वा स्मित्वाऽवददसौ, देवि ! प्रणतवत्सले ! । दारिद्र्यस्य प्रसादेन, प्राप्त एतादृशीं दशाम् ॥१०५।। अनेन निधनेनेव, न मे कार्यं कदाचन । यास्यामि निजसंस्त्यायं, लाभो मम तपस्यभूत् ॥१०६॥ पुनरप्यवदद् देवी, कश्चिदेनं विनिश्चितम् । ग्रहीता स्वर्णलक्षेण, दधानः सत्त्वमद्भुतम् ॥१०७॥
પુતળું કે જેની પાસે તેની દુઃસ્થિત પત્ની બેઠેલી છે. તે તું લે. તે પુરુષનું દારિદ્રય એવું નામ રાખજે. અને જે લક્ષ સુવર્ણ આપે તેને તું વેચજે.” (૧૦૪).
દારિદ્રપુરુષ મસ્તકે ઉપાડી નગરમાં ભમે.
કઠોરવચન સુણતા તેને રાજા દેખે. આ પ્રમાણે સાંભળીને ખૂબ હસીને બોલ્યો કે :- “હે. પ્રણતવત્સલા દેવી ! એ દારિદ્રયના પ્રસાદથી જ મને એવી દશા પ્રાપ્ત થઈ છે. (૧૦૫)
માટે સાક્ષાત્ મૃત્યુતુલ્ય એવા એની સાથે મારે કદાપિ કંઈ પણ પ્રયોજન નથી. હું મારા સ્થાને ચાલ્યો જઈશ. મને તપનો લાભ થયો એટલું જ બસ છે.” (૧૦)
એટલે દેવી પુનઃ બોલી કે - “હે ભદ્ર ! અદ્ભુત સત્ત્વને ધારણ કરનાર કોઈ પુરુષ એને લક્ષ સુવર્ણ આપીને જરૂર ખરીદશે. (૧૦૭).
અને કદાચ કોઈ ન ખરીદે તો હું તને લક્ષ સુવર્ણ અવશ્ય