________________
પ્રથમ: સાં:
हरिश्चन्द्रो नृपः सत्त्वाद्, न देवैरपि चाल्यते । आपन्नेऽपि निजप्राणसंशयेऽपि कदाचन ॥४९०॥
अश्रद्धेयं वचः श्रुत्वाऽस्माभिरीदृग् विचेष्टितम् । तत्क्षन्तव्यं महात्मानो, विनम्रे हि कृपालवः ॥४९१॥ सत्त्वेन भवतस्तुल्यो नास्त्यन्यस्त्रिजगत्यपि । તમ:સ્તોમાપ: જોવ, જિ સૂર્યાતિરિવ્યતે ? ।।૪૨।।
स्तुत्वेति जगतीनाथं, नत्वा योजितपाणयः । दिवौकसो दिवं जग्मुस्तत्प्रशंसापरायणाः ||४९३॥
अन्येद्युर्बहिरुद्याने, गतः क्षोणीपतिः स्वयम् । तीर्थं शक्रावताराख्यं, जीर्णं शीर्णं व्यलोकयत् ॥४९४ ॥
१०५
પોતાના પ્રાણનો સંશય હોયતો પણ હરિશ્ચંદ્રરાજા દેવો દ્વારા પણ ક્યારેય સત્ત્વથી ચલાયમાન કરી શકાય તેવો નથી. (૪૯)
તેમના વચન પર વિશ્વાસ ન આવવાથી અમે આ સઘળું વિચેષ્ટિત કર્યું છે, તે મંતવ્ય છે. કારણ કે મહાત્માઓ નમ્ર જીવો પર કરૂણાવાળા હોય છે. (૪૯૧)
ત્રણભુવનમાં તમારા જેવા સત્ત્વવાન અન્ય કોઈ નથી. અંધકારના સમૂહને દૂર કરનાર સૂર્ય સિવાય શું બીજો કોઈ હોઈ શકે ? (૪૯૨)
એ પ્રમાણે રાજાની સ્તુતિ કરી અંજલિ જોડી નમસ્કાર કરીને તે દેવ તેની પ્રશંસા કરતો દેવલોકમાં ગયો. (૪૯૩)
એકવાર નગરીની બહાર ઉદ્યાનમાં જતાં હરિશ્ચંદ્રરાજાએ જીર્ણ અને શીર્ણ થયેલું શક્રાવતાર નામનું તીર્થ જોયુ. (૪૯૪)
એટલે વસુભૂતિએ રાજાના અભિપ્રાયને જાણીને કહ્યું. ઇંગિત