________________
१२०
श्री मल्लिनाथ चरित्र चामरैर्वाररामाणामवीज्यत कृतादरैः । नवसङ्गकृतोल्लासै राज्यलक्ष्मीहसैरिव ॥५६४॥ विशाले बलभूपालस्तद्भाले लटभभ्रुवि । तिलकं रचयामास, राज्यश्रीन्यासमण्डलम् ॥५६५।। ततः श्रीबलभूपालः, पालिताऽखिलभूतलः । एवं शिक्षां ददौ तस्य, नीतिशास्त्रविशारदः ॥५६६।। वारांनिधिजलोत्पत्तेरिव नीचत्वगामिनी । नैकत्रस्थायिनी वेला, संक्रान्तव्यसनादिव ॥५६७॥
મહાબળરાજવીને હિતોપદેશ.
ચારિત્રરાજાની છાવણીમાં પ્રવેશ નવારાજાના સંગથી ઉલ્લાસ પામ્યા હોય અને જાણે રાજ્યલક્ષ્મીના સ્મિત હોય તેવા ચામરો વારાંગનાઓ તેના ઉપર વીંજવા લાગી. (પ૬૪).
ચંચલભૂકટીવાળા તેના વિશાલ ભાલ ઉપર બળરાજાએ રાજ્યલક્ષ્મીની સ્થાપનારૂપ-મંગળતિલક કર્યું. (પ૬૫)
પછી જેણે સમગ્ર ભૂતલનું પાલન કર્યું છે અને જે નીતિશાસ્ત્રમાં પૂર્ણ વિશારદ છે એવા બળરાજા તેને આ પ્રમાણે હિતશિક્ષા આપવા લાગ્યા કે- (પ૬૬) - “હે વત્સ ! સમુદ્રના જળથી જ ઉત્પન્ન થવાને કારણે અધોમાર્ગે ગમન કરનારી ભરતી (વણ) હોય તેવી વેળા (અવસ્થા) સદા એક જ રૂપમાં રહેતી નથી. (પ૬૭).
ગજની સાથે ઉત્પન્ન થયેલ હોવાથી જ જાણે ઉદ્દામ મદને