________________
१०६
श्री मल्लिनाथ चरित्र वसुभूतिरुवाचाथ, ज्ञात्वा चेतो महीभुजः ।। इङ्गिताकारतत्त्वज्ञा, मन्त्रिणः सर्ववेदिनः ॥४९५॥ वृषभस्वामिनो बिम्बं, भासुरं शक्रनिर्मितम् । इदं शक्रावताराख्यं, महातीर्थं महीतले ॥४९६।। कालक्रमादिदं जीर्णं, बभूव क्षितिनायक ! । उद्धारकारिणो यस्मात्, प्रभवन्ति भवादृशाः ॥४९७।। भवानप्यादिमजिनसन्ताने समजायत । कुरुष्वेदं नवं तीर्थं, देहिनं रसवेदिवत् ॥४९८।। भरतेशादित्ययशःप्रभृतीनां महीभुजाम् । स्वपूर्वजानामाख्याभिः, ख्याताः स प्रतिमा व्यधात् ॥४९९॥ આકાર તત્ત્વને જાણનારા મંત્રીઓ સર્વવેદી હોય છે. (૪૯૫)
મંત્રી કહે છે કે, “હે રાજન્ શકે રચેલું આ ઋષભ સ્વામીનું દેદીપ્યમાન બિંબ છે અને મહીતલ પર શક્રાવતારના નામથી પ્રસિદ્ધ થયેલ આ મહાતીર્થ છે. (૪૯૬)
વળી હે રાજેન્દ્ર ! કાળક્રમે એ હમણાં જીર્ણ થઈ ગયું છે. તેનો ઉદ્ધાર કરવામાં આપના જેવા જ સમર્થ થઈ શકે તેમ છે. (૪૯૭)
આપ પણ આદિજિનના વંશમાં ઉત્પન્ન થયા છો, તો રસધી પ્રાણીની જેમ એ તીર્થને નવીન બનાવો ? (૪૯૮)
પછી હરિશ્ચંદ્ર રાજાએ તે તીર્થનો ઉદ્ધાર કરાવીને ભરતચક્રી, આદિત્યયશા વિગેરે પોતાના પૂર્વજ રાજાઓની વિખ્યાત એવી પ્રતિમાઓ ભરાવી (૪૯૯)
અને અમારી તથા ઘણુદાન આપવાપૂર્વક તેની પ્રતિષ્ઠા કરાવી.