________________
१०४
श्री मल्लिनाथ चरित्र इतश्च विदधुः पुष्पवृष्टिं पीयूषभोजिनः । अहो ! सत्त्वमहो ! सत्त्वमिति व्याजहार चारवः ॥४८५॥ ततोऽयोध्यापुरीसंस्थमात्मानं दृष्टवान् नृपः । सेवितं गुरुवच्छिष्यैर्वसुभूत्यादिसेवकैः ॥४८६।। यावच्च विस्मयस्मेरः, किश्चिद् ध्यायति भूपतिः । तावत्तत्र क्षणात् प्राप्तस्त्रिदशस्तमवोचत ॥४८७॥ न वयं तापसा राजन् !, नैते निकृतिवञ्चने । किं त्वस्माभिः कृतं, सर्वं तव सत्त्वपरीक्षणे ॥४८८।। શ: સ્વયં મહીશ !, વ સર્વસ્તુર્તિ તવ | सभामण्डपमासीनो, वाचा धीरप्रशान्तया ॥४८९॥
એ અવસરે “અહો ! સત્ત્વ, અહો ! સત્ત્વ' એ પ્રમાણે સુંદર શબ્દ કરતાં દેવોએ આકાશમાં રહીને હરિશ્ચંદ્રરાજા પર પુષ્પવૃષ્ટિ કરી. (૪૮૫)
હરિશ્ચંદ્રરાજા નેત્ર ખોલીને જુએ છે તો અયોધ્યાનગરીમાં રહેલા અને શિષ્યોથી ગુરુની જેમ વસુભૂત્યાદિક સેવકોથી સેવાતા એવા પોતાને રાજસભામાં બેઠેલા જોયા. (૪૮૬)
એટલે અત્યંત વિસ્મય પામીને તે વિચાર કરે છે. તેવામાં તત્કાળ ત્યાં કોઈ દેવ આવી રાજાને કહેવા લાગ્યો કે :- (૪૮૭)
હે રાજન્ ! અમે તાપસો નથી અને આ નિકૃતિ અને વંચના પણ નથી. પરંતુ અમે આ બધું તમારી પરીક્ષા કરવાને માટે કર્યું છે (૪૮૮)
રાજેન્દ્ર ! ઈંદ્ર ઇંદ્રસભામાં બેસીને ધીર અને પ્રશાંતવાણીથી તારા સત્ત્વના વખાણ કર્યા, (૪૮૯)