________________
પ્રથમ: સ:
१०७ अमारिपूर्वकं भूरिदानसम्प्रीणितार्थि च । प्रतिष्ठां कारयामास, चैत्योद्धारमकारयत् ॥५००।। सम्यक्त्वं निर्मलं बिभ्रद्, विदधानः प्रभावनाम् । कालक्रमेण शुद्धात्मा, देवभूयमगादयम् ॥५०१॥ अथोवाच बलः स्वामिन् !, तद्दृष्टान्तश्रुतेर्मम । अमन्दानन्दकन्दल्याः, प्रमोदः समपद्यत ।।५०२।। एकं सर्वरसस्यन्दि, हरिश्चन्द्रनिदर्शनम् । परं यौष्माकनिःसीमवचोडम्बरगौरवम् ॥५०३॥ केचिद् मृता अपि जनाश्चरित्रैश्चित्रकारिभिः । जीवन्त इव जायन्ते, कीतिरेवाविनश्वरी ॥५०४॥ ચૈત્યનો ઉદ્ધાર કરાવ્યો (૫00)
એ પ્રમાણે નિર્મળ સમ્પર્વને ધારણ કરતાં અને શાસનની પ્રભાવના કરતાં શુદ્ધાત્મા એવો હરિશ્ચંદ્ર રાજા અનુક્રમે કાળ કરીને દેવપણાને પામ્યો. (૫૦૧).
ઇતિ હરિશ્ચંદ્ર કથા હવે બળરાજા બોલ્યો કે – “હે સ્વામિન્ ! આ દૃષ્ટાંત સાંભળવાથી મારો અમંદ આનંદરૂપકંદ નવપલ્લવિત થયો છે. (૫૦૨)
એક તો સર્વરસને પ્રગટ કરનાર હરિશ્ચંદ્રરાજાનું દૃષ્ટાંત અને બીજું આપની નિઃસીમ વચનરચનાનું પરમ ગૌરવ. (૫૦૩)
અહો ! કેટલાક મનુષ્યો મરણ પામ્યા છતાં પણ આશ્ચર્યકારક એવા પોતાના ચરિત્રથી જીવતા જ છે. કારણ કે આ જગતમાં તેમની કીર્તિ અવિનાશી છે. (૫૦૪).