________________
९२
श्री मल्लिनाथ चरित्र
मत्पुत्री नामतोऽनङ्गमञ्जरी मञ्जुलस्वरा । रोगयोगं विना सुप्ता, मृताऽस्तीति विचिन्त्यताम् ||४२८||
नगर्यां जगतीनाथ !, विद्यते मारिरुत्थितः । तच्छोधय तदुत्पत्ति, सत्यार्थो नान्यथा नृपः || ४२९ ।।
मन्त्र्यूचे देव ! मार्यर्थे, प्रष्टव्यो मान्त्रिकोत्तमः । आयातः स स्वयं पुर्या, उज्जयिन्या निशम्यते ॥ ४३०॥
अतीतानागतज्ञानाकालपुष्पोपदर्शनैः । वस्त्राकृष्टिकुट भ्रान्तिमुद्गलादिनियन्त्रणैः ||४३१||
दृष्टिमुष्टिशराकाशबन्धदृश्यादिशक्तिभिः । स्वप्नोपदेशशकुनप्रतिपात्रावतारणैः ॥४३२॥
અને કહેવા લાગી કે :- “હે રાજન્ ! અનંગમંજરી નામે મધુર સ્વરવાળી મારી પુત્રી રોગના યોગ વિના સુતી અને તરત જ મરણ પામી. (૪૨૮)
માટે હે નાથ ! જરૂર આપણી નગરીમાં મરકીનો ઉપદ્રવ થયો જણાય છે તેથી તેની ઉત્પત્તિની તપાસ કરો અને તે દૂર થાય તેવું કરો. અન્યથા (વૃન્ પાતીતિ નૃપ:) નૃપ એ શબ્દ સત્યાર્થવાળો રહેવાનો નથી. (૪૨૯)
એટલે મંત્રી બોલ્યો કે :- હે દેવ ! એમ સાંભળવામાં આવ્યું છે કે ઉજ્જયિની નગરીથી સ્વયમેવ કોઈ ઉત્તમ માંત્રિક આવ્યો છે માટે તેને મરકી સંબંધી વાત પૂછીએ. (૪૩૦)
તે માંત્રિક અતીત અનાગતના જ્ઞાનથી અકાળે પુષ્પદર્શનથી, વસ્ત્રાકૃષ્ટિ, અન્ન, ભ્રાંતિ અને મુદ્ગલાદિકના નિયંત્રણથી, (૪૩૧) દૃષ્ટિબંધ, મુષ્ટિબંધ, શરબંધ અને આકાશબંધ વિગેરે દશ્ય