________________
श्री मल्लिनाथ चरित्र अरे निषादभृतक !, हरिश्चन्द्रोऽसि सत्यतः । इयं ते गृहिणी सम्यगित्यपृच्छद् महीपतिः ॥४४७।। नाहं राजन् ! हरिश्चन्द्रो, नेयं प्राणप्रिया मम । तिर्यग्योनित्वतः किञ्चिच्छुको वक्ति यथा तथा ॥४४८॥ शुकं प्रत्याह राजाऽथ, किमस्मान् वञ्चयस्यरे ! ? । तस्मादियमिव त्वं रे !, वध्यो वन्ध्यगिरो गिरन् ॥४४९॥ शुकोऽप्यूचे च्युता राज्याद्वैरिवेश्मविहारिणः । नात्मानं हि प्रकाशन्ते, सहन्ते विपदां पदम् ॥४५०॥ तस्यादेशाद् हरिश्चन्द्रः, खरे तामध्यरोपयत् । अभीष्टार्थेऽपि किं कुर्यात्, परायत्तो विचक्षणः ? ॥४५१॥
એટલે રાજાએ આગ્રહપૂર્વક પૂછ્યું કે :- અરે ચંડાલનાદાસ! ખરું બોલ, તું હરિશ્ચંદ્ર છે? અને આ તારી સ્ત્રી છે ? (૪૪૭)
હરિશ્ચંદ્ર કહ્યું કે :- હે રાજન્ ! હું હરિશ્ચંદ્ર નથી. અને આ મારી પ્રાણપ્રિયા નથી. પોપટ તિર્યચપણાથી જેમ તેમ બોલે છે. (૪૪૮)
એટલે રાજાએ પોપટને કહ્યું કે :- અરે પોપટ ! તું અમને શા માટે છેતરે છે ? તેથી અસત્યવાણી બોલતો તું પણ તે રાક્ષસીની જેમ વધ્ય છે. અર્થાત્ વધ કરવા યોગ્ય છે. (૪૪૯)
એટલે પોપટ બોલ્યો કે, રાજયથી ભ્રષ્ટ થતાં, શત્રુના રાજ્યમાં ફરનાર સાત્ત્વિકજનો મહાન્ આપત્તિ સહન કરે. પણ પોતાના આત્માને પ્રગટ ન કરતા નથી.” (૪૫૦)
પછી રાજાના આદેશથી હરિશ્ચંદ્ર તે રાક્ષસીને ગધેડા પર બેસાડી. પરાધીન થયેલા વિચક્ષણ પુરુષ અભીષ્ટાર્થમાં પણ શું કરી શકે ? (૪૫૧).