________________
પ્રથમ: સઃ तन्निरीक्ष्य नृपो दध्यौ, प्रादायि मुनये मही । मुनिकन्याधनोपाये, विक्रीते सुतवल्लभे ॥४६२॥ जीवितस्यापि निविण्णो, म्रियेऽहं यदि साम्प्रतम् । परप्राणपरित्राणकारणाद्भावि मे शुभम् ॥४६३॥ विचिन्त्येति नृपः प्राह, कस्त्वं कस्यासि नन्दनः ? अवस्था कथमीदृक्षा, बद्धः किं वटपादपे ? ॥४६४॥ सोऽब्रवीद्देव ! काशीशचन्द्रशेखरनन्दनः । विद्याधर्याऽस्मि पल्ल्यङ्कात्, समानीतोऽत्र सप्रियः ॥४६५।।
રાખીને વટશાખામાં લટકતો, સર્વલક્ષણથી લક્ષિત એવો એક પુરુષ તેના જોવામાં આવ્યો. (૪૬૧)
તેને જોઈને રાજાએ વિચાર કર્યો કે - “વસુધા (ભૂમી) ઋષિને આપી અને ઋષિકન્યાને દેવાના ધનને માટે પુત્ર અને વલ્લભાને (પત્ની) વેચ્યા. (૪૬૧)
હવે જીવિતથી કંટાળી ગયેલો હું જો અત્યારે મરણ પામું, તો તેના વડે પરપ્રાણોનું રક્ષણ થતું હોવાથી મારું ભાવિ કાંઈક સુધરે.” (૪૬૩)
આ પ્રમાણે વિચારીને રાજા બોલ્યો કે - “હે ભદ્ર! તું કોણ છે અને કોનો પુત્ર છે ? તારી આવી અવસ્થા કેમ થઈ ? અને આ વટવૃક્ષમાં તું કેમ બંધાયો ? (૪૬૪)
એટલે તે બોલ્યો કે, “હે દેવ ! હું કાશીનરેશ ચંદ્રશેખરનો પુત્ર છું. કોઈ વિદ્યાધરી મને પ્રિયા સહિત પલંગમાંથી અહીં લઈ આવી છે. (૪૬૫)
અને મારા માંસથી તે મહાહોમ કરનાર છે. અત્યારે તે