________________
१००
श्री मल्लिनाथ चरित्र मांसेन मे महाहोमं, सा करिष्यति निश्चितम् । इतस्तरङ्गिणीतीरं, गताऽस्ति स्नानहेतवे ॥४६६।। तमुवाच हरिश्चन्द्रो, गच्छ त्वं शाधि मेदिनीम् । यत्कार्यं तत् करिष्येऽहं, विद्याधर्याः स्वमांसतः ॥४६७|| प्रत्याह चन्द्रसूर्नेदं, समीचीनत्वमञ्चति । खरस्यायुःक्षये क्वापि, म्रियेत रजकः कथम् ? ॥४६८॥ पुनः प्रोवाच भूपो मे, प्रार्थनां मा कृथा वृथा । इत्युक्ता स्थान एतस्य, स्वं बबन्ध तरोरधः ॥४६९।। सकलत्रः स वेगेन, प्रययौ चन्द्रनन्दनः ।
अथागाल्ललना व्योम्नि, दधाना साऽऽर्द्रचीवरम् ॥४७०।। નદીકિનારે સ્નાન કરવા ગઈ છે. (૪૬૬)
તે સાંભળીને હરિશ્ચંદ્ર બોલ્યો કે - “હે ભદ્ર ! તું જા અને રાજ્ય કર. વિદ્યાધરીનું જે કામ છે તે હું મારા માંસથી કરી આપીશ.” (૪૬૭)
એટલે રાજકુમાર બોલ્યો કે:”એમ કરવું ઉચિત નથી.” ગધેડાને મરણ પ્રાપ્ત થતાં તેને બદલે ધોબી શા માટે મરે ? (૪૬૮)
પુનઃ રાજા બોલ્યો કે - “હે ભદ્ર ! મારી પ્રાર્થનાનો ભંગ ન કર !” એમ કહીને તેને સ્થાને તેણે પોતાની જાતને બાંધી. (૪૬૯)
એટલે રાજકુમાર પોતાની પત્ની સહિત તરત જ ત્યાંથી ચાલ્યો ગયો. એવામાં આકાશમાં ભીના વસ્ત્રને ધારણ કરતી (ઉછાળતી) પેલી વિદ્યાધરી ત્યાં આવી. (૪૭૦).
એટલે રાજાએ પોતાનું માંસ કાંપી ઉંચે ફેંકીને તેને આપ્યું.