________________
પ્રથમ: સT: मन्त्रादाकृष्टदेवेशो, मन्त्राद् यन्त्रितभास्करः । मन्त्रावर्तितशेषाहिर्मन्त्रात् स्तम्भितपावकः ॥४३३॥ चतुर्भिः कलापकम् ॥ नृपादेशादसौ प्राप्तो, ज्ञातवृत्तो महीपतेः । दधानो ध्यानमाचख्यौ, राक्षसीललितं त्विदम् ॥४३४॥ इतो वेश्याऽऽह सोल्लासं, पुत्रिका मम मान्त्रिक ! । मृता मारिप्रयोगेण, विनाऽऽधिव्याधिगौरवम् ॥४३५॥ अवादीद् मन्त्रवादी च, मन्त्रात् प्राणिति ते सुता । इतोऽभ्येत्यागदच्चेटी, स्वामिनी मम जीवति ॥४३६।।
શક્તિઓથી તથા સ્વપ્રોપદેશ અને શકુનને પ્રતિપાત્રમાં અવતારણ કરવાથી પ્રસિદ્ધ થયેલ છે. (૪૩૨)
તથા આ મંત્રથી ઇંદ્રને આકર્ષી શકે છે. સૂર્યને બાંધી શકે છે. શેષનાગને નચાવી શકે છે. અને અગ્નિને સંભાવી શકે છે. (૪૩૩)
મંત્રીના આ પ્રમાણે કહેવાથી રાજાએ તરત જ તેને બોલાવ્યો. રાજાના આદેશથી માંત્રિક આવ્યો. એટલે તેને બધો વૃતાંત સમજાવવામાં આવ્યો પછી ધ્યાન કરીને તે બોલ્યો કે :- આ બધી ચેષ્ટા કોઈ રાક્ષસીની છે.” (૪૩૪)
એટલે ઉલ્લાસપૂર્વક વેશ્યા બોલી કે, “હે માંત્રિક ! આધિ અને વ્યાધિની અસર વિના માત્ર મરકીના યોગથી જ મારી પુત્રી મરણ પામી છે.” (૪૩૫)
એટલે મંત્રવાદી બોલ્યો કે, “મારા મંત્રપ્રયોગથી તારી પુત્રી જીવતી થઈ છે.” એવામાં તેની દાસીએ સભામાં આવીને કહ્યું ક:- મારી સ્વામિની જીવતી છે. (૪૩૬)