________________
પ્રથમ: HT:
प्रज्वलत्खदिराङ्गारपूर्णकुण्डतटस्थिताम् । कण्ठपीठधृतारक्तकणवीरस्रजं पुरः ॥५०॥ बद्धपाणिपदद्वन्द्वां, सनानीतामजामिव । भयलोलदृशं चिल्ली, श्येनचञ्चुगतामिव ॥५१॥ अद्राक्षीदबलां बालामालानितवशामिव । कपालिनं च धारालकर्तिकानर्तनोद्यतम् ॥५२॥ (त्रिभिविशेषकम्) तमूचे च विमर्याद !, रे रे कापालिकाधम ! । अशरण्यामरण्ये, किमेनां हन्तुं समुद्यतः ? ॥५३॥ रे प्रहर्तुमिमां पाप !, कथमुत्सहते मनः ? ।
अथवा पापकुम्भस्ते, तूर्णं पूर्णोऽद्य विद्यते ॥५४॥ ધમધમતો, દયાર્દ મનવાળો તે રાજકુમાર તે સ્ત્રીના અવાજને અનુસારે-અવાજની દિશા તરફ દોડ્યો. (૪૯)
અને આગળ જતાં જાજવલ્યમાન અગ્નિથી પરિપૂર્ણ એવા કુંડની સમક્ષ, તેને કિનારે ઉભેલી, કંઠમાં કણેરના રક્તપુષ્પોની માળા નાંખેલી, વધસ્થાને લાવેલી બકરીની જેમ બંને હાથ અને પગ જેના બાંધેલા છે એવી, યેન (બાજ) પક્ષીની ચાંચમાં સપડાયેલી ચકલીની જેમ ભયથી ચપળ દષ્ટિવાળી અને આલાનખંભમાં બાંધેલ હાથણીની જેમ પરવશ બનેલી એવી એક બાળાને તેણે જોઈ. (૫૦-૫૧-પર)
અને તેની પાસે ધારદાર છરીને નચાવતા એક કાપાલિકને જોયો. તે બંનેને જોઈને રાજકુમાર બોલ્યો કે - રે મર્યાદાવિનાના ! અરે અધમ કાપાલિક ! અરણ્યમાં શરણ વિનાની આ અબળાને મારવાને કેમ તૈયાર થયો છે ? (૫૩)
રે પાપી ! એના પર પ્રહાર કરતાં તારૂં મન કેમ ચાલે છે?