________________
४४
श्री मल्लिनाथ चरित्र मेखलाकलिता काचित्कटकावलिमालिनी । ललना खेलति प्रेवासुभगा गिरिभूरिव ॥२०२॥ तस्मिन्नुपवने क्रीडामकार्षं प्रेयसीवृतः । रागसागरमध्यस्थः, पुष्पकेतुवशंवदः ॥२०३।। तस्मात्प्रतिनिवृत्तोऽहमथ तेनैव वर्त्मना । तमेव चूतमद्राक्षमन्यादृक्षमिव व्रजन् ।२०४।। कोऽयं वृक्ष इति भ्रान्तं, तस्मिन्मम मनश्चिरम् । क्षणाद्विमुक्तनेपथ्यनटरूप इवाधिकम् ॥२०५॥ ममाभिप्रायविज्ञानादभ्यधात् सचिवोत्तमः । राजन् ! स एष चूतोऽयं, यः पुरा ददृशे त्वया ॥२०६।।
વળી જયાં મેખલાથી યુક્ત, કટક-કંકણની શ્રેણીથી શોભાયમાન તથા પ્રેખાથી સુભગ એવી કોઈ કામિની ગિરિભૂમિની જેમ ક્રિીડા કરી રહી છે. (૨૦૨)
એવા ઉપવનમાં રાગસાગરની મધ્યમાં રહીને અને કામદેવને વશ થઈને અમદાથી પરવરેલા મેં બહુવાર ક્રીડા કરી. (૨૦૩) શોભાહીન વૃક્ષ-દર્શન. સંસારની વિનશ્વરતાના દર્શન.
પછી ત્યાંથી તે જ માર્ગે નિવૃત્ત થતાં મેં પેલા સહકારવૃક્ષને વિલક્ષણ થઈ ગયેલું જોયું. (૨૦૪).
ક્ષણવારમાં વેશપરાવર્તન કરનાર નટની જેમ “આ વૃક્ષ કયું ?” એમ લાંબાકાળ સુધી મારું મન તે બાબતમાં ભ્રમિત થઈ ગયું. (૨૦૫)
એ વખતે મારા અભિપ્રાયને જાણનાર સુજ્ઞપ્રધાને કહ્યું કે, “હે રાજન્ ! પૂર્વે જે સહકારવૃક્ષ તમે જોયું હતું તે જ છે. (૨૦૬)