________________
I
श्री मल्लिनाथ चरित्र अथ राजा धनुः सज्जं, कृत्वा शौर्यमिवात्मनः । टङ्कारैः पूरयन् व्योम, पातयामास तं भुवि ॥२५०॥ यावदेति नृपस्तत्र, तं स्वयं हतमीक्षितुम् । तावदैक्षत भूमिष्ठां, लुठद्गर्भा हतां मृगीम् ॥२५१।। विषण्णमानसः स्माह, हरिश्चन्द्रः कृपापरः । धिग् धिग्मां हरिणीभ्रूणघातपातकलङ्कितम् ॥२५२॥ दुर्भगोऽपि दरिद्रोऽपि, सदाधिव्याधिमानपि । पराश्रयाभिभूतोऽपि, प्राणी प्राणितुमिच्छति ॥२५३।।
“પ્રતિવાદીની સામે વાદીની જેમ રાજાની સામે થયો. (૨૪)
પછી પોતાના શૌર્ય સમાન ધનુષ્યને સજ્જ કરીને ટંકારોથી આકાશને પૂરતા રાજાએ એક બાણવડે તે વરાહને જમીન પર પાડી નાંખ્યો (૨૫૦)
પછી ઘાયલ થયેલા તે વરાહને જોવાને રાજા તેની પાસે ગયો ત્યાં તો તેણે જેનો ગર્ભ જમીન ઉપર તરફડી રહ્યો છે એવી અને ઘાયલ થઈને જમીન ઉપર પડેલી મૃગલીને તેણે જોઈ. (વરાહ જોવામાં ન આવ્યો.) (૨૫૧)
પાપશુદ્ધિ માટે કુલપતિ પાસે પ્રયાણ કુલપતિએ આશિષ, પ્રદાન કરવા પૂર્વક કરેલી પ્રશંસા.
એટલે મનમાં ખેદ પામી દયામાં તત્પર રાજા કહેવા લાગ્યો કે :- “અહો ! મૃગહત્યા અને ગર્ભહત્યાના પાપથી કલંકિત મને ધિક્કાર થાઓ”. (૨૫૧).
દુર્ભગ, દરિદ્ર, સદા આધિવ્યાધિયુક્ત તથા પરાધીનપણાથી પરાભવ પામેલો પ્રાણી પણ જીવવાને ઇચ્છે છે (૨૫૩)