________________
६०
श्री मल्लिनाथ चरित्र धैर्यं भज महाराज !, प्रतीकारोऽस्ति पाप्मनः । मलिनस्यापि वस्त्रस्य, शोधकं वारि किं नहि ॥२७८॥ शुद्धिर्जायत एवास्य, पापस्यापि प्रथीयसः । ददासि राज्यं यद्यस्मै, दानं हन्ति हि दुर्नयम् ॥२७९।। सोल्लासमिव राज्ञोचे, प्रसन्नोऽस्म्युपदेशतः । भवानङ्गारवक्त्रोऽपि सुधावक्त्रो ममाभवत् ॥२८०।। सकोशग्रामनगरा, भूरियं वाद्धिमेखला । तुभ्यं दत्ता तत्प्रसीदेत्युक्त्वा भूपोऽनमन्मुनिम् ॥२८१॥
શકે.” (૨૭૭).
ફરી તેણે રાજાને કહ્યું કે- હે મહારાજ ! ધીરજ ધરો. પાપીનો પણ પ્રતિકાર હોય છે. મલિનવસ્ત્રને શુદ્ધ કરનાર શું જળ નથી? (૨૭૮)
માટે જો એ ઋષિને તમે તમારું રાજય આપી દો તો એ મોટામાં મોટા પાપની પણ શુદ્ધિ થઈ જાય. કારણ કે દાન દુનો તિનો પણ નાશ કરે છે.” (૨૭૯).
આ પ્રમાણે સાંભળીને રાજા ઉલ્લાસ પામીને બોલ્યો કે - “આ તમારા કથનથી હું પ્રસન્ન થયો છું. તમે અંગારમુખ છતાં મને સુધામુખ થઈ પડ્યા છો.” (૨૮૦).
પછી રાજાએ કુલપતિને કહ્યું કે :- ભંડાર, ગામ, નગર સહિત સમુદ્ર પર્યત આ વસુધા તમને મેં આપી માટે હવે પ્રસન્ન થાઓ. એમ કહીને રાજાએ કુલપતિને પ્રણામ કર્યા. (૨૮૧)
વળી અંગારમુખે પણ અંજલિ સહિત નમસ્કાર કરીને ઋષિને કહ્યું કે:- આ રાજા જે કહે છે તેનો આપ સ્વીકાર કરો.” (૨૮૨).